Onion Pakoda Recipe: વરસાદી માહોલમાં ઘરે બનાવો કાંદાના યુનિક ભજીયા


By Vanraj Dabhi26, Aug 2024 03:14 PMgujaratijagran.com

ડુંગળીના ભજીયા

વરસાદી ઋતુમાં ચા સાથે ગરમ અને મસાલેદાર નાસ્તો ખાવાનું મન થાય તો તમે ડુંગળીના ક્રિસ્પી ભજીયા ટ્રાય કરી શકો છો.

સામગ્રી

ડુંગળી, ચણાનો લોટ, આદુ, મીઠો લીમડો, લીલા મરચા, કોથમરી, અજમો, લાલ મરચું પાવડ, હળદર, મીઠું, તેલ.

સ્ટેપ-1

ક્રિસ્પી ડુંગળી ભજીયા બનાવવા માટે સૌથી પહેલા ડુંગળીને સમારીને એક વાસણમાં નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તેમાં મીઠું,મીઠો લીમડો,ધાણાજીરું,લીલું મરચું,આદુ,અજમો,હળદર અને લાલ મરચું પાવડર નાખીને બરાબર મિક્સ કરો.

સ્ટેપ-3

હવે ચણાનો લોટ ઉમેરીને બધી સામગ્રી સાથે મિક્સ કરી અને એક કડાઈમાં તેલ ગરમ કરો.

સ્ટેપ-4

તેલ બરાબર ગરમ થાય એટલે ભજીયા બનાવીને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીને એક વાસણમાં કાઢી લો.

સર્વ કરો

ડુંગળીના ક્રિસ્પી ભજીયા તૈયાર છે, તમે તેને સાંજના નાસ્તામાં ચા સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Jalaram Khichdi Recipe: વરસાદી માહોલમાં ઘરે ટ્રાય કરો જલારામની ખીચડી