મગ દાળના પુડલા રેસીપી : મગની દાળના પુડલા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi19, Dec 2023 12:29 PMgujaratijagran.com

સામગ્રી

સાફ કરેલી મગની દાળ, ડુંગળી, ટામેટા, હળદર, લીલા મરચાં, ધાણાજીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ચીઝ, બેકિંગ સોડા, ઘી અથવા તેલ.

મગ દાળના પુડલા બનાવવાની રીત

સૌથી પહેલા મગની દાળને આખી રાત પાણીમાં પલાળી રાખો. જો તમે રાત્રે ભુલી ગયા હોવ તો અંદાજે 4-5 કલાક પહેલા દાળને પલાળી દો.

સ્ટેપ- 1

હવે પલાળેલી દાળને બારીક પીસી લો અને બેટર તૈયાર કરો અને બેટરમાં મીઠું, મરચું અને હળદર ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે એક પેનમાં ઘી અથવા તેલ ઉમેરીને ગરમ કરો અને હવે બેટરને ફેલાવો અને તેને ગોળ આકાર આપો.

સ્ટેપ- 3

હવે તેના પર ડુંગળી, ટામેટા, ચીઝ, કોથમિર અને મરચું ઉમેરો.

સ્ટેપ- 4

હવે પુડલાને બંને બાજુથી સારી રીતે તળી લો.

સર્વ કરો

તૈયાર છે તમારા મગની દાળ પુડલા તમે તેને ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો અને પરિવારના સભ્યોને ખવડાવો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ ખાંડવી : તમે ક્યારેય ખાંડવી રેસીપી ઘરે ટ્રાય કરી છે! આ રીતે બનાવો