ક્રંચી ભીંડાનું શાક : આ રીતે ઘરે ભીંડાનું કરકરું શાક બનાવો


By Vanraj Dabhi08, Feb 2024 12:00 PMgujaratijagran.com

ક્રંચી ભીંડાની રેસિપી

દરેક લોકોએ ભીંડાનું શાક અલગ અલગ રીતે ખાવાનું ગમતું હોય છે ઘણા લોકોને ભરેલા ભીંડા તો ઘણા લોકોને ક્રંચી કે રસાવાળું શાક ખાવું ગમતું હોય છે આજે આપણે ઘરે ક્રંચી એટલેકે કરકરું ભીંડાનું શાક બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

ભીંડા,સ્વાદ મુજબ મીઠું,ચણાનો લોટ,મકાઈનો લોટ,ચોખાનો લોટ,લાલ મરચું પાવડર,હળદર પાવડર,ગરમ મસાલો,આમ ચુરણ પાવડર,ચાટ મસાલો,પાણી,તેલ

સ્ટેપ- 1

સૌ પ્રથમ ભીંડાને લંબાઈમાં સમારીને અને એક બાઉલમાં રાખો.

સ્ટેપ- 2

હવે તેમાં ચણાનો લોટ,ચોખાનો લોટ,મકાઈનો લોટ, હળદર-મીઠું-મરચું,ગરમ મસાલો,આમ ચુરણ પાવડર,ચાટ મસાલો ઉમેરો.

સ્ટેપ- 3

હવે તેને મિક્સ કરીને થોડું પાણી છાંટીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં તૈયાર કરેલ ભીંડાને ઉમેરીને ફ્રાય કરો.

સર્વ કરો

ભજીયાની જેમ કડાઈમાંથી બહાર કાઢી લો,તૈયાર છે કરકરું ભીંડાનું શાક, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ વેલેન્ટાઈન પર પાર્ટનર સાથે ગુજરાતના આ બીચની સેર કરો, ગોવાના બીચથી પણ છે સુંદર