આ વેલેન્ટાઈન પર પાર્ટનર સાથે ગુજરાતના આ બીચની સેર કરો, ગોવાના બીચથી પણ છે સુંદર


By Smith Taral07, Feb 2024 12:58 PMgujaratijagran.com

વેલેન્ટાઈન ડે નજીક આવી રહ્યો છે તેવામાં પાર્ટનર એકબીજા માટે સપ્રાઈઝ પ્લાન કરતા હોય છે. જો તમે પણ પણ વેલેન્ટાઈનને સ્પશિયલ બનાવવા માંગતા હોવ તો ગુજરાતના આ બીચની મુલાકાત લઈ શકો છો. આ બીચ જોઈને તમે ગોવાને પણ ભૂલી જશો. તો ચાલો જાણીએ આ બીચ વિશે

માધવપૂર બીચ

ગુજરાતના આ બીચ પર ઘણા ફંક્શનનું આયોજન કરવામાં આવે છે. આ સ્થળ પર તમે પાર્ટનર સાથે એન્જોય કરી શકો છો. સાથે અહીંયા તમે લોકલ વસ્તુઓની પણ ખરીદી કરી શકો છો.

ધ્વારકા બીચ

ધ્વારકાને કૃષ્ણ નગરી પણ કહેવાય છે, અહીં ધ્વારકાધીશ મંદીર આવેલું છે, આ મંદીરની મુલાકાત લેવા લોકો દેશભરમાંથી આવે છે. આ જગ્યા પર તમે પાર્ટનર સાથે જઈ શકો છો અને ભગવાનના દર્શન કરી શકો છો.

માંડવી બીચ

માંડવી બીચ પર સૂર્યાસ્ત જોવાનો અનુભવ ઘણો અદ્ભૂત હોય છે. અહીં દરીયાનું પાણી ઘણું સાફ હોય છે. આ સાથે તમે ત્યા ઘોડા અને ઊંટની સવારી પણ માણી શકો છો.

You may also like

વેકેશન પ્લાન કરી રહ્યા છો? ગુજરાતના આ બીચ છે ફરવા માટે Best

માઉન્ટ આબુના પ્રવાસ દરમિયાન આ રેસિપી ચોક્કસ ટ્રાય કરવી જ જોઈએ

સફેદ કઢી બનાવવાની રીત