ક્રિસ્પી કુંભણીયા ભજીયા : સુરતના પ્રખ્યાત કુંભણીયા ભજીયા ટ્રાય કર્યા કે નહીં!


By Vanraj Dabhi21, Dec 2023 11:46 AMgujaratijagran.com

સામગ્રી

લીલી મેથી, કોથમરી, લીલુ લસણ, લીલા મરચા, આદું,1 ચમચી હીંગ, 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો, 1ચમચી, 1 ચમચી ધાણીજીરુ અને 1 ચમચી મેથીના દાણા,લીંબુ, સ્વાદ મુજબ ખાંડ, 1 કપ ચણાનો લોટ,જરૂર મુજબ પાણી, તેલ, ડુંગળી વગેરે.

સ્ટેપ- 1

સૌ પ્રથમ લીલી મેથી,લીલુ લસણ,કોથમરી, લીલા મરચા અને આદુને બારીક સમારી લો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને ઉપર જણાવેલા તમામ મસાલા એડ કરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ- 3

હવે તેમાં 1 કપ ચણાનો લોટ અને એક લીંબુનો રસ ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 4

હવે જરૂર મુજબ એક એક ચમચી પાણી એડ કરીને સારી રીતે બેટર બનાવી લો. ધ્યાન રાખો કે બેટર ફૂલવડી જેવું નથી બનાવવાનું.

સ્ટેપ- 5

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને બેટરના ભજીયા બનાવો.

સર્વ કરો

તેલમાં એકદમ ક્રિસ્પી તળી લઈને લીંબુ અને ડુંગળી સાથે ગરમાગરમ સર્વ કરીશું.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ખાટિયા ઢોકળા રેસીપી : શિયાળામાં આથા વગર આ રીતે ઘરે બનાવો ખાટિયા ઢોકળા