Jeera Puri Recipe: દિવાળી પર ટ્રાય કરો જીરા પુરીની રેસીપી


By Vanraj Dabhi26, Oct 2024 03:45 PMgujaratijagran.com

જીરા પુરીની રેસીપી

દિવાળી પર લોકો નાસ્તામાં અવનવી રેસીપી ટ્રાય કરતા હોય છે, તમે જીરા પુરી ઘરે બનાવી શકો છો.

સામગ્રી

મેંદાનો લોટ, ઘઉંનો લોટ, તેલ, જીરું, મીઠું, પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં અને મેંદાનો લોટ ચાળી લો.

સ્ટેપ-2

હવે તેમાં જીરું અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે તેમાં તેલનું મોણ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-4

હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને લોટ બાંધી લો.

સ્ટેપ-5

લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને પુરીઓ વણી લો.

સ્ટેપ-6

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં પુરીઓ તળી લો.

સર્વ કરો

તૈયાર છે જીરા પુરી તમે નાસ્તામાં સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Dal Khichdi: પંજાબી દાળ ખીચડી રેસીપી