રાતે હળવું ભોજન બનાવવું હોય તો આ પંજાબી ખીચડી એક બેસ્ટ વિકલ્પ છે.તમે અથાણું, પાપડ,દહીં સર્વ કરી શકો.
ચણાની દાળ, ચોખા, પાણી, ઘી, તમાલપત્ર, ઇલાયચી, મરી, તજ-લવિંગ, સુકુ લાલ મરચું, જીરૂ, ડુંગળી, ટામેટું, કોથમીર, આદુ, લીલા મરચા, મીઠું.
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરી બધા ખડા મસાલા ઉમેરીને સાંતળી લો.
હવે લીલા મરચા-આદુની પેસ્ટ,ડુંગળી ઉમેરીને ઉમેરીને સાંતળી લો.
હવે પલાળેલી ચણાની દાળ,ચોખા,કોથમીર ઉમેરી મીક્સ કરી લો.
હવે બધુ મિક્સ કરીને કૂકરમાં થોડું પાણી,1 ચમચી ઘી ઉમેરી 4 સિટી વાગે ત્યાં સુધી પકાવો.
હવે કૂકર ઠંડુ થયા બાદ ખીચડી પ્લેટમાં કાઢીને સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.