ઘરે પડવાળી પુરી કેવી રીતે બનાવી શકાય જે તમે 20 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો જાણી લઈએ કે પડવાળી પુરી બનાવવાની એકદમ સરળ રીત.
1 કપ મેંદા નો લોટ / ઘઉં નો લોટ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી અજમો,2 ચમચી ઘી / તેલ, 1 ચમચી કાળા મરી પાવડર, લોટ બાંધવા માટે જરુરી પાણી.
એક બાઉલમાં મેંદાનો લોટ અને સ્વાદ મુજબ મીઠું, અજમો, ઘી, કાળા મરીનો પાઉડર લો. બધું સારી રીતે મિક્સ કરી તેમાં થોડું પાણી ઉમેરીને થોડો કડક લોટ બાંધી લો.
હવે લોટ બાંધ્યા પછી તેને 20 મિનિટ માટે સેટ થવા માટે એક બાજુ મુકી રાખો અને બીજા બાઉલમાં ચોખાના લોટ અને ઘી મિક્સ કરો.
20 મિનિટ પછી બનાવેલ લોટના સમાન બોલ બનાવીને રોટલી કરવાના પાટલા પર થોડું ઘી લગાવીને વેલણથી મોટી અને પતલી રોટલી વણી લો.
હવે એક પછી એક એમ ત્રણ રોટલી પર ઘી અને લોટની પેસ્ટ લગાવી દો અને ત્રણ પડ વારીને તેને એકબાજુ થી રોલની જેમ વાળી દો.
આ રોલને થોડો પાટલા પર ફેરવીને લાંબો કરી લો અને પછી રોલને 1 ઇંચના ટુકડાઓમાં કાપીને એક ટુકડો લો અને તેણે પાટલા પર મુકીને પુરી વણી લો.
આ જ રીતે બાકીની પુરી તૈયાર કરી લો અને મધ્યમ આંસ પર તેલ ગરમ કરીને પુરીને તળી લો.
પુરી બની ગયા પછી તેને તમે 15 દિવસ સૂધી આરામથી સ્ટોર કરી શકો છો, સ્ટોરી ગમે તો લાઈખ-શેર કરો અને આવી વધુ માહિતા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.