દરેક લોકો ફાસ્ટ ફૂડ ખાવામાં બજારમાં જાય છે,તમે અલગ અગલ ઢોસા ટ્રાય કર્યા હશે, તો આજે અમે ચીઝ ઢોસાની રેસીપી જાણાવીશું, જો તમે તેનો ટેસ્ટ માણવા માંગતો હોવ તો આ રીતે ઘરે ટ્રાય કરી શકો છો.
ચોખા, અડદની દાળ, બટેટા, ટામેટા, લીલા મરચાં, ડુંગળી, આદુ, લીલા ધાણા, તેલ, સૂકું લાલ મરચું, લાલ મરચું, મીઠું, હળદર, સરસવ, જીરું, હિંગ.
ચોખા અને દાળને 2-3 કલાક પલાળી દો પછી સારી રીતે ધોઈને બારીક પીસીને ઢોસાનું બેટર તૈયાર કરો.
હવે પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ,જીરું,હિંગ,લાલ મરચું,આદુ,લીલા મરચાં અને લીમડાના પાન નાખીને વઘાર કરીને તેમાં હળદર,લાલ મરચું પાવડર અને મિક્સ કરો.
હવે તેમાં બાફેલા બટાકા મેશ,મીઠું,લીંબુનો રસ,તમામ સમારેલ શાકભાજી અને પાણી ઉમેરીને મિક્સ કરીને ઢોસાનું બેટર બનાવીને એક નોન-સ્ટીક તવા પર ચમચા વડે ઢોસાનું બેટર રેડીને ફેલાવી દો અને તેના પર બટેટાનો મસાલો,સમારેલા શાકભાજી અને ચીઝ ઉમેરો.
હવે તેના પર ઉપર ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરો અને ચીઝ બરાબર ઓગળે ત્યાં સુધી ફ્રાય કરો.
તૈયાર છે ચીઝ મસાલા ઢોસા, તમે તેને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.