વજન ઘટાડવા માટે તજનું સેવન ક્યારે અને કેવી રીતે કરવું? ચાલો જાણીએ


By Vanraj Dabhi23, Nov 2023 05:32 PMgujaratijagran.com

તજનું પાણી

જે લોકોને વજન વધુ હોય તેને વજન ઘટાડવુંએ સૌથી મુશ્કેલ કાર્ય લાગે છે, જીમ ગયા વગર લોકો ઘરે ગરમ પાણી, મધ અને લીંબુ સાથે ગરમ પાણી, ગ્રીન ટી અને બીજા ઘણા ઉપાયો અપનાવે છે, આવા લોકોએ વજન ઘટાડવા માટે એકવાર તજનું પાણી ચોક્કસથી અજમાવવું જોઈએ. આવો જાણીએ આ પાણી કેવી રીતે તૈયાર કરવું જોઈએ અને તેનાથી આપણને શું ફાયદો થઈ શકે છે.

તજ અને તેના ફાયદા

તજ એક એવો મસાલો છે જે દરેક ભારતીય રસોડામાં સરળતાથી ઉપલબ્ધ છે. શાકભાજીથી લઈને પુલાવ સુધીની દરેક વસ્તુમાં તે સ્વાદને બમણો કરે છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઝિંક વિટામિન્સ જેવા ઘણા સંયોજનો હોય છે. તેમાં મેગ્નેશિયમ, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, આયર્ન અને ફોસ્ફરસ હોય છે. જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો તમે રોગોને દૂર રાખી શકો છો. જો કે પેટની ચરબી ઓછી કરવા માટે તજનો ઉપયોગ કેવી રીતે કરવો ચાલો જાણીએ.

તજનું પાણી કેવી રીતે બનાવવું

પાણી- એક થી દોઢ કપ, તજ પાવડર- 1-2 ચમચી, મધ- 1 ચમચી, લીંબુનો રસ- સ્વાદ મુજબ, કાળા મરી પાવડર- 1 ચમચી.

બનાવવાની રીત

સૌ પ્રથમ એક પેનમાં પાણીને થોડું ગરમ ​​કરો.

સ્ટેપ- 1

આ પાણીમાં તજ પાવડર નાખીને 1 થી 2 મિનિટ સુધી ગરમ કરો.

સ્ટેપ- 2

આ પાણીમાં કાળા મરીનો પાવડર નાખીને 20 સેકન્ડ માટે ઉકાળો.

સ્ટેપ- 3

હવે તેમાં મધ અને લીંબુનો રસ નાખીને બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ- 4

આ પીણાને ગરણીની મદદથી ગાળી લો અને નવશેકુ થાય પછી પીવો.

રિપોર્ટમાં આ વાત સામે આવી છે

અધ્યયનોએ જાહેર કર્યું છે કે તેનું સેવન કરવાથી મેટાબોલિઝમને વેગ આપવામાં મદદ મળે છે જેનાથી વજન ઘટે છે અને પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે. તજના પાણીનું સેવન કરવાથી શરીરમાં થર્મોજેનેસિસનું ઉત્પાદન 20 ટકા ઓછું થાય છે જે કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

તજનું પાણી ક્યારે પીવું જોઈએ?

ઘણીવાર લોકો વજન ઘટાડવા માટે સવારે ખાલી પેટે પાણી પીવે છે પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ખોટી છે વજન ઘટાડવા માટે તજનું પાણી રાત્રે સૂવાના 1 કલાક પહેલા પીવું જોઈએ.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

સવારે પલાળેલા દેશી ચણા ખાવાના ચમત્કારિક ફાયદા વિશે જાણી લો