સવારે પલાળેલા દેશી ચણા ખાવાના ચમત્કારિક ફાયદા વિશે જાણી લો


By Vanraj Dabhi23, Nov 2023 04:17 PMgujaratijagran.com

પલાળેલા કાળા ચણાના ફાયદા

એક મુઠ્ઠી પલાળેલા કાળા ચણા ખાવાથી તમને પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ અને આયર્ન મળી શકે છે, ન્યુટ્રિશનિસ્ટોનું માનવું છે કે તે શરીરને મજબૂત કરવા અને વજન ઘટાડવાનો આ એક સસ્તો અને સરળ ઈલાજ છે.

પ્રોટીન અને આયર્નનો મજબૂત સ્ત્રોત

પલાળેલા કાળા ચણાનું સેવન કરવું એ તમારા શરીરને પ્રોટીનથી ભરપુર એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. આ ઉપરાંત જો તમે એનિમિયાથી પીડિત છો તો તમારે લોહીની ઉણપને દૂર કરવા માટે કાળા ચણા ખાવા જ જોઈએ. તે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર સુધારવામાં મદદ કરે છે.

પાચનયંત્રને મજબૂત બનાવે છે

પલાળેલા કાળા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે. નિયમિતપણે કાળા ચણા ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ જેવી કે કબજિયાત અને અપચો દૂર થાય છે.

હૃદયને સ્વસ્થ અને મજબૂત બનાવે છે

પલાળેલા કાળા ચણામાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાયટોન્યુટ્રિઅન્ટ્સ હોય છે જે તમારા રક્ત કોશિકાઓને સ્વસ્થ રાખે છે. તેમાં આવશ્યક ખનિજો પણ મળી આવે છે જે લોહીના ગંઠાવાનું નિર્માણ અટકાવે છે.

વજન ઘટાડવા માટે ફાયદાકરક

કાળા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે અને તે ફાઈબરનું પાવરહાઉસ પણ છે. તેથી તેને ખાવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને તમે એવી વસ્તુઓ ખાવાથી બચી જાઓ છો જેનાથી વજન વધે છે. આ રીતે તમે વજન ઘટાડી શકો છો.

કોલેસ્ટ્રોલ લેવલ જાળવી રાખે છે

કાળા ચણામાં દ્રાવ્ય ફાયબર હોય છે જે પિત્ત એસિડને બાંધવામાં મદદ કરે છે અને શરીરના કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદરૂપ

પલાળેલા કાળા ચણાનું નિયમિત સેવન તમારા શરીરના બ્લડ સુગર લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. કાળા ચણામાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ બ્લડ સુગર લેવલ ઘટાડે છે અને ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઘટાડે છે.

ચણા ખાવાના અન્ય ફાયદા

આ ઉપરાંત કાળા ચણા ઊર્જાનો મજબૂત સ્ત્રોત છે તે વાળના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે કેન્સરનું જોખમ ઘટાડે છે સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ઉત્તમ ખોરાક છે અને ત્વચાની તંદુરસ્તી સુધારે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળાની ઠંડીમાં શરીરને ગરમ રાખશે આ વસ્તુઓ