તાજી સ્ટ્રોબેરી,દૂધ ચોકલેટ,સફેદ ચોકલેટ.
સૌ પ્રથમ સ્ટ્રોબેરીને ધોઈ સાફ કરીને દાંડલીનો ભાગ કાઢીને ટુકડા કરી લો.
હવે એક તપેલીમાં ગરમ પાણી કરો અને તેની ઉપર કાચનું બાઉલ મુકીનેતેમાં સફેદ ચોકલેટને ચપ્પુની મદદથી સમારીને તેમાં ઉમેરો.
સફેદ ચોકલેટને ચમચીની મદદથી ઓગાળી લો, તેવી જ રીતે દૂધ ચોકલેટને સમારીને તે જ બાઉલમાં ઓગાળીને બંને મિક્સ કરી લો.
હવે એક ગ્લાસમાં સ્ટ્રોબેરીના ટુકડા ઉમેરો અને તેની ઉપર ચોકલેટ રેડો.
તૈયાર છે ચોકલેટ સ્ટ્રોબેરી તમે તેને ચમચી વડે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાચતા રહો.