Samosa Recipe: સુરતના સ્પેશિયલ કાંદા દાળના સમોસા ઘરે ટ્રાય કરો


By Vanraj Dabhi03, Sep 2024 04:12 PMgujaratijagran.com

કાંદા દાળના સમોસા

સમોસા તો તમે ખાધા હશે પરંતુ આજે અમે તમને સુરતી સ્ટાઈલ યુનિક સમોસા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

મેંદો, તેલ, ડુંગળી, ચણા દાળ, આદુ મરચાની પેસ્ટ, ગરમ મસાલો, જીરું, હળદર પાઉડર, કોથમીર, ફુદીનાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક પ્રેશર કૂકરમાં ચણાની દાળ બાફવા મૂકો અને એક બાઉલમાં મેંદાનો લોટ અને પાણી ઉમેરીને લોટ બાંધી લો.

સ્ટેપ-2

હવે લોટમાંથી લૂઆ બનાવીને રોટલીની જેમ વણી અને તેને તવા પર હળવી શેકી લો.

સ્ટેપ-3

હવે તેની કિનારીઓ છરીની મદદથી કાઢી અને લંબાઈમાં પટ્ટી કાપી લો.

સ્ટેપ-4

હવે એક બાઉલમાં બાફેલી ચણા દાળ, ઝીણી સમારેલ ડુંગળી,કોથમરી, ફુદીના, લીલા મરચાની પેસ્ટ અને અન્ય મસાલા ઉમેરીને મિક્સ કરો.

સ્ટેપ-5

હવે તૈયાર કરેલી રોટલીની પટ્ટીને સમોસા જેમ વાળીને તેમા તૈયાર કરેલ સ્ટફિંગ ભરી પેક કરી લો.

સ્ટેપ-6

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સમોસા ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે સુરતી સ્ટાઈલ ટેસ્ટી કાંદા દાળના સમોસા, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Moong Dal Paratha: મગની દાળના પરાઠા બનાવવાની યુનિક રેસીપી