દરેક લોકોએ આલુ પરાઠા તો ખાધા જ હશે, આજે અમે તમને મગની દાળના પરાઠા બનાવવાની રીત જણાવીશું.
મગની દાળ, ડુંગળી, લીલાં મરચાં, આદુ, કોથમરી, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, અજમો, ધાણા જીરું, રાઈ-જીરું-હળદર, તેલ, મીઠું, ઘઉંનો લોટ, પાણી.
સૌ પ્રથમ મગની દાળને પાણીથી ધોઈને 5-6 કલાક માટે એક બાઉલમાં પલાળી દો.
હવે એક કાથરોટમાં દાળ કાઢી તેમાં લાલા મરચાં-આદુની પેસ્ટ,ગરમ મસાલો,લાલ મરચું પાવડર,હળદર,હીંગ,મીઠું,અજમો અને કોથમરી ઉમેરીને મિક્સ કરી લો.
હવે તેમાં તેમાં ઘઉનો લોટ ઉમેરી તેમાં થોડું થોડું પાણની ઉમેરીને લોટ બાંધીને થોડીવાર સેટ થવા દો.
હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવીને પાટલા પર રાખીને વેલણની મદદથી વણી લો.
હવે ગેસ પર એક પન મૂકી તેમાં પરાઠાને તેલ કે લગાવીને બંને બાજુ શેકી લો.
તૈયાર છે મગની દાળના ક્રિસ્પી પરાઠા, તમે તમારા મનપસંદ અથાણા સાથે સર્વ કરી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.