Suji Biscuit: સોજીના બિસ્કિટ બનાવવાની રેસીપી


By Vanraj Dabhi03, Sep 2024 01:06 PMgujaratijagran.com

સોજીના બિસ્કિટ

ઘઉંના કે ઓટ્સના બિસ્કિટ તો તમે ખાધા હશે પરંતુ આજે અમે તમને રવાના લોટમાંથી બિસ્કિટ બનાવવાની રીત જાણીશું.

સામગ્રી

ઘી, ખાંડ, દૂધ, સોજી, ઘઉંનો લોટ, મિલ્ક પાઉડર, મીઠું, એલચી પાઉડર, પાણી, સૂકુ નારિયેળ, તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ એક બાઉલમાં ઘી, ખાંડ, ગરમ દૂધ ઉમેરીને બધુ બરાબર મિક્સ કરી લો.

સ્ટેપ-2

હવે તેમાં સોજી,ઘઉંનો લોટ, મિલ્ક પાવડર, મીઠું, એલચી પાવડર,સૂકું નારિયેળ ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ-3

હવે તેમાં થોડું પાણી ઉમેરીને લોટ બાંધીને 10 મિનીટ સેટ થવા દો.

સ્ટેપ-4

હવે લોટમાંથી નાના નાના લૂઆ બનાવી ગોળ ગોળ બિસ્કિટ બનાવી લો.

સ્ટેપ-5

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં બિસ્કિટને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.

સર્વ કરો

તૈયાર છે સોજીના બિસ્કિટ, તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Chaat Recipe: હોમ મેઈડ ચાટ મસાલા પુરી