કોબી ગાજરના પરાઠા બનાવવાની રીત


By Vanraj Dabhi16, Feb 2024 03:03 PMgujaratijagran.com

સામગ્રી

કોબીજ,ગાજર,કોથમીર,ઘઉંનો લોટ,તલ,જીરું,લાલ મરચું પાવડર,ધાણા પાવડર,હળદર પાવડર,મીઠું,હીંગ,તેલ.

સ્ટેપ-1

સૌ પ્રથમ કોબી અને ગાજરને છીણી અને એક બાઉલમાં નાખો.

સ્ટેપ- 2

હવે એક બાઉલમાં કોબી-ગાજરનું છીણ,જીરું,કોથમરી,હળદર-મીઠું-મરચું,ધાણાજીરું,હીંગ ઉમેરો.

સ્ટેપ- 3

હવે તેમાં ઘઉંનો લોટ,તેલ ઉમેરીને મિક્સ કરીને લોટ બાંધી લો.

સ્ટેપ- 4

હવે તેના નાના નાના બોલ બનાવીને પાટલા પર રાખી વણીને તેના પર તલ છાંટીને વેલણથી વણી લો.

સ્ટેપ- 5

હવે એક લોઢી ગરમ કરી તેના પર પરાઠા શેકી તેમાં એક ચમચી તેલ ઉમેરીને પરાઠા પકાવો.

સર્વ કરો

તૈયાર છે કોબી-ગાજરના પરાઠા,તમે ટમેટાની ચટણી સાથે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જગરણ વાંચતા રહો.

વણેલા ગાઠિયા બનાવવાની રીત