Unique Recipe: તમે ક્યારેય ટ્રાય ન કરી હોય, નોંધી લો બીટમાંથી ટેસ્ટી ઈડલી બનાવો


By Vanraj Dabhi03, Aug 2024 06:45 PMgujaratijagran.com

બીટ ઈડલી

તમે ઈડલી તો ટ્રાય કરી જ હશે પરંતુ આજે અમે બીટમાંથી ઈડલી બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

ચોખા,અડદની દાળ,બીટ,મીઠું,પાણી.

સ્ટેપ-1

સૌ પ્રથમ ચોખા અને દાળને ધોઈને 4 કલાક પાણીમાં પલાળીને પછી એક મિક્સર જારમાં નાખીને તેને પીસી લો.

સ્ટેપ-2

તમે અળદ-ચોખાની પેસ્ટમાં જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ બેટર બનાવી લો.

સ્ટેપ-3

હવે બીટને ખમણી વડે છીણીને બેટર સ્વાદ મુજબ મીઠું અને છીણેલું બીટ ઉમેરીને મિક્સ કરીને આથો આવવા દો.

સ્ટેપ-4

હવે ઈડલી મોલ્ડને તેલ વડે ગ્રીસ કરીને મોટા ચમચાથી બેટરને મોલ્ડમાં રેડોની 10-15 મિનિટ સુધી સ્ટીમ કરો.

સર્વ કરો

હવે ઈડલીને અનમોલ્ડ કરીને તમે ચટણી કે સાંભાર સાથે ગરમા-ગરમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

યુનિક રેસીપી: દૂધીનો ઓળો બનાવવાની પરફેક્ટ રેસીપી