રીંગણનો ઓળો તો તમે ખાધો જ હશે પરંતુ તમે ક્યારેય દૂધીનો ઓળો નહીં ટ્રાય કર્યો હોય, નોંધી લો રેસીપી.
દૂધી,પાણી,તેલ,રાઈ,જીરુ,હીંગ,ડુંગળી,આદુ,મરચા,લસણ,ટામેટા,મીઠું, લાલા મરચું પાવડર,ગરમ મસાલો,કોથમરી.
સૌ પ્રથમ દૂધીને ધોઈને સાફ કરી તેની પર તેલ લગાવીને ગેસ પર આખી દૂધી કાળી થાય ત્યા સુધી શેકી લો.
હવે દૂધીની ઉપરનો કાળો ભાગ છરીથી કાઢી દૂધીને ટુકડા કરી મિક્સર જારમાં પાણી ઉમેરી પીસી લો.
હવે એક કડાઇમા તેલ ગરમ કરી રાઈ,જીરુ,હીંગ,ડુંગળી,આદુ-મરચા અને લસણની ઉમેરીને સાતળી લો.
હવે તેમાં લીલા મરચાની કટકી,ટામેટા,તમામ મસાલા અને મીઠુ ઉમેરી મિક્સ કરી લો.
હવે તેમાં ક્રશ કરેલી દૂધી,ગરમ મસાલો,કોથમરી ગાર્નિશ કરી લો.
તૈયાર છે દૂધીનો ઓળો, તમે રોટલી કે રોટલા અને ઠંડી છાશ સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.