ટેસ્ટી અને ચટપટુ બટાકાની કાતરી વાળુ શાક તમે ઘરે બનાવવા માંગતા હોવ તો નોંધી લેજો આ સરળ રેસિપી.
બટાકા,તેલ,રાઈ,જીરું,લીલા મરચા,મીઠો લીમડો,હિંગ,હળદર પાવડર,લાલ મરચું પાવડર,આમ ચૂરણ પાવડર,સ્વાદ માટે મીઠું,કોથમીર,ધાણાજીરું,લાલ મરચાના ટુકડા,મગફળી,વરિયાળી,તલ.
સૌ પ્રથમ બટાકાની કાતરી કરી લો અને લીલા મરચાના ટુકડા કરી લો.
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ-જીરું,આખા ધાણા,તલ,લીલા મરચાના ટુકડા ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં મીઠો લીમડો,આદુની પેસ્ટ,હળદર અને બટાકાની કાતરી ઉમેરીને મિક્સ કરી લો.
હવે થોડી વાર ઢાંકણ ઢાકીને પકાવી લો અને પછી તેમા સીંગ દાણાનો ભુકો,ચિલીફ્લેક્સ,અન લાલ મરચુ પાવડર, ગરમ મસાલો,આમ ચૂરણ પાવડર,ફૂદીનાનો પવડર, કસૂરી મેથી,ઉમેરીને મિકસ કરી લો.
તૈયાર છે બટાકાની કાતરી વાળુ શાક તમે રોટલી,પરાઠા, પુરી સાથે ગરમા-ગરમ સર્વ કરો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.