તહેવારો દરમિયાન ડાકોરમાં પ્રવાસીઓનો જમાવડો જોવા મળતો હોય છે અને ખાસ અહીંના ફરસાણમાં ફેમસ ભજીયા ખાવાની મજા માણતા હોય, આજે આપણે ડાકોરના ગોટા જેવા જ ગોટા બનાવવાની રીત જાણીશું.
ચણાનો લોટ,ઘઉંનો લોટ,આદુ-લીલા મરચાની પેસ્ટ,હળદર,લાલ મરચું,મીઠું,તલ,આખા ધાણા,લીલી વરીયાળી,મરી,ખાંડ,દહીં,કોથમરી,હિંગ,સોડા,તળવા માટે તેલ.
સૌ પ્રથમ ચણાનો લોટ,ઘઉંનો લોટ,તેલ,લીલા મરચા તથા આદુની પેસ્ટ,આખા ધાણા,મરી,બીજા મસાલા ઉમેરી પાણી નાખીને ખીરૂ તૈયાર કરી દો.
હવે તેમાં દહીં,કોથમરી,ચપટી સોડા નાખીને ગરમ તેલ રેડીને બરાબર ફીણી લો અને મીડીયમ આંચ પર એક કડાઈમાં તેલ ગરમ કરો.
હવે તેમાં ગોટા ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળી લો.
તૈયાર છે ડાકોરના ગોટા તમે તેને દહીં કે ધાણાની ચટણી સાથે સર્વ કરો.
રેસિપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.