9મી ફેબ્રુઆરીએ ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે, તેવામાં તમે તમારા પાર્ટનરને ચોકલેટ સિવાય કઈ ખાસ આપી શકો છો તો એ છે આ સ્વાદિષ્ટ ડેસર્ટ. ચાલો જાણીએ કેટલાક એવા ડેસર્ટ વિશે જે તમારા આ ખાસ દિવસને સ્પશિયલ બનાવશે અને તમારા વેલેન્ટાઈનની ઉજવણીમાં નવીનતા લાવશે.
ચોકલેટ બ્રાઉની ડેસર્ટનમાં ઘણી ફેમસ ડીશ છે. આ સ્વીટ ડીશને કેટલીક સામગ્રીની મદદથી તમે ઘરે પણ બનાવી શકો છો. ચોકલેટ આપવાને બદલે બ્રાઉનીથી મોં મીઠુ કરી શકો છો.
જો તમારા પાર્ટનરને સ્વીટ ખાવાનું પસંદ હોય તો તમે ચોકલેટ પીઝા ટ્રાય કરી શકો છો. ચોકલેટ સોસ, સ્ટ્રોબેરીઝ અને ડ્રાય ફ્રુટ્સના ટોપીંગ સાથે આ પીઝા બાકી પીઝા કરતા ઘણો અલગ હોય છે
મોટી અને હેવી કેકની જગ્યાએ તમે કપ કેક આપી શકો છો, કપ કેક અને મફીન્સમાં તમે ઘણા ફ્લેવર્સ એડ કરી શકો છો. આ ઓછા સમયમા અને સરળતાથી બની શકે તેવી સૌથી સ્વાદીષ્ટ સ્વીટ ડીશ છે.
પેસ્ટ્રી ખાવી લગભગ બધાને પસંદ હોય છે જો તમે આ ચોકલેટ ડે પર ડેટ પ્લાન કરી રહ્યા હોય તો પેસ્ટ્રીથી સારો ઓપ્શન કોઈ નથી. મોટી કેક કટ કરવા કરતા પેસ્ટ્રી કટ કરવું બેસ્ટ છે, આમા કેકનો બગાડ પણ નથી થતો.
જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો આને શેર કરો અને લાઈક કરો. આવી જ સ્ટોરી વાંચવા માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે.