Banana Kofte Recipe: કાચા કેળાના કોફતા બનાવવાની યુનિક રેસીપી


By Vanraj Dabhi11, Oct 2024 06:57 PMgujaratijagran.com

કેળાના કોફતા

કાચા કેળાનું શાક અને ચિપ્સ તો તમે ટ્રાય કરી હશે, પરંતુ આજે અમે કાચા કેળાના કોફતા બનાવવાની રીત જણાવીશું.

સામગ્રી

કાચા કેળા, બટાકા, ડુંગળી, ટામેટા, લીલા મરચા, ચણાનો લોટ, મીઠું, તેલ, લાલ મરચું પાવડર, હળદર, આખું જીરું, ધાણા પાવડર, ગરમ મસાલો, આદુ-લસણની પેસ્ટ, લીલા ધાણા.

સ્ટેપ-1

સૌ પ્રથમ કાચા કેળાને પાણીથી ધોઈને તેને બટાકાની સાથે કૂકરમાં મૂકીને 2 સીટી સુધી બાફી લો.

સ્ટેપ-2

હવે બાફેલા બટાકા અને કેળાને છાલ ઉતારી એક બાઉલમાં મેશ કરી તેમાં ચણાનો લોટ, મીઠું, થોડી હળદર અને લાલ મરચું પાવડર નાખીને લોટ બાંધો.

સ્ટેપ-3

હવે તેમાંથી નાના કોફતા બનાવો અને એક પેનમાં તેલ ગરમ કરી પછી તેમાં કોફતાને તળી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીલા મરચાં, ડુંગળી ઉમેરો અને ફ્રાય કરો.

સ્ટેપ-5

હવે તેમાં આદુ-લસણની પેસ્ટ, ટામેટા, મીઠું અને મસાલો ઉમેરીને મધ્યમ આંચ પર પકાવો.

સ્ટેપ-6

હવે તેમાં જરૂર મુજબ પાણી, ગરમ ​​મસાલો અને લીલા ધાણા નાખીને મિક્સ કરીને ઘટ્ટ ગ્રેવી થાય ત્યાં સુધી પકાવી લો.

સર્વ કરો

તૈયાર છે કેળાના કોફતા તમે સર્વ કરી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Navratri Outfit: કિંજલ દવે નવરાત્રી 2024 આઉટફિટ, જુઓ તસવીરો