લાદી પાવ મેંદામાંથી બનાવવામાં આવે છે જે ખાવામાં એકદમ પોચી અને ટેસ્ટી હોય છે,લાદી પાવનો ઉપયોગ વડાપાવ,દાબેલી,મસાલા પાવ અને પાવ ભાજી બનાવવા માટે થાય છે.બેકરી જેવી જ પાવ તમારે ઘરે બનાવવી હોય તો નોંધી લો આ રેસીપી.
પાણી,ખાંડ,યીસ્ટ,મેંદાનો લોટ,માખણ,પ્લાસટીક પેપર,મીઠું,દુધ.
સૌ પ્રથમ એક પેનમાં નવશેકુ પાણી ગરમ કરી તેમાં યીસ્ટ ખાંડ મિક્સ કરો.
હવે મેંદાના લોટમાં આ મિશ્રણ ઉમેરી મિક્સ કરી તેમાં મખણ ઉમેરીને લોટ બાંધી લો.
એક બાઉલમાં તેલ માલીસ કરીને લોટનો પીંડો મૂકી ઉપર પ્લાસિક પેપર ઢાંકીને સેટ થવા દો.
હવે પ્લાસ્ટિક પેપર દૂર કરીને લોટના પીંડાને બહાર કાઢીને ચપ્પુ વડે ટુકડા કરીને નાના નાના બોલ બનાવો.
હવે એક પ્લેટમાં તેલ માલિસ કરીને તેમાં આ બોલ મૂકીને ઉપર એક કપડુ ઢાંકીને સેટ થવા દો અને થોડી વાર પછી કપડુ હટાવીને પ્લેટને ઓવનમાં બેક કરવા મૂકો.
થોડી વાર પઠી પ્લેટને બહાર કાઢી લો તૈયાર છે આપણી લાદી પાવ તમે તેને પાવભાજી,વડાપાવ,દાબેલી વગેરે સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.