શિયાળામાં દરેક લોકો ગરમા ગરમ અને અવનવી વાનગી ટ્રાય કરતા હોય છે, જો તમે પણ કઈક અલગ ટ્રાય કરવા માંગતા હોવ તો આ રેસીપી અવશ્ય ટ્રાય કરો.
બાજરાનો લોટ,આદુ-મરચા-લીલા લસણની પેસ્ટ,મીઠું સ્વાદ મુજબ,દહીં,તલ,ચણાનો લોટ,લીલા મેથીના પાંદડા,કોથમરી,હળદર,બેકિંગ સોડા,તેલ જરૂર મુજબ,અજમો.
સૌ પ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ,આદુ,લીલા મરચા અને લીલા લસણની પેસ્ટ,સમારેલી મેથી-કોથમરી ઉમેરીને મિક્સ કરો.
હવે તેમાં લાલ મરચું પાવડર,હળદર,ધાણાજીરું,મીઠું,સફેદ શેકેલા તલ,અજમો,ખાંડ ઉમેરી બધું બરાબર મિક્સ કરી અને થોડું પાણી ઉમેરીને જાડું બેટર બનાવો.
હવે એક નોનસ્ટીક પેનમાં તેલ ઉમેરો અને તેના પર સફેદ તલ નાખીને ચમચા વડે બેટર રેડીને પેનકેક જેમ ફેલાવો દો.
હવે તેને બંને બાજુ મધ્યમ તાપ પર સોનેરી રંગ થાય ત્યાં સુધી શેકી લો.
હેલ્ધી સ્વાદિષ્ટ બાજરી મેથીના ચમચમિયા (પેનકેક) તૈયાર છે,તમે તેને ચટણી,દહીં અથવા અથાણાં સાથે સર્વ કરો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.