અશ્વગંધા ચૂર્ણ કેવી રીતે બનાવવું,જાણી લો પરફેક્ટ રીત


By Jivan Kapuriya24, Aug 2023 10:38 AMgujaratijagran.com

જાણો

અશ્વગંધા એન્ટીઓક્સીડેન્ટ, બળતરા વિરોધી,એન્ટી બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે.

કેવી રીતે ઉપયોગી

અશ્વગંધા લીવર,આંખો માટે સારી છે.તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે.

અન્ય ગુણ

આ સિવાય અશ્વગંધામાં બીજા ઘણા ગુણો છે પરંતુ હંમેશા ડોક્ટરની સલાહ લીધા પછી જ તેનો ઉપયોગ કરો.

પાવડર કેવી રીતે બનાવવો

અશ્વગંધા પાવડર પણ ખૂબ જ ફાયદાકારક છે.અશ્વગંધા પાવડર ઘરે કેવી રીતે બનાવવો તે જાણો.

શુષ્ક મૂળ

અશ્વગંધાના જાડા મૂળને તડકામાં સારી રીતે સૂકવી લો.

મિક્સરમાં પીસી લો

અશ્વગંધાના સૂકા મૂળના નાના ટુકડા કરી લો અને પછી તેને ગ્રાઇન્ડરમાં નાખીને પીસી લો.

ફિલ્ટર કરી લો

આ અશ્વગંધા પાવડરને 2 થી 3 વાર ચાયણી વડે ચાળીને હવાચૂસ્ત પાત્રમાં ભરી લો.

અશ્વગંધા ચૂર્ણ ક્યારે ખાવું

રાત્રે સૂતા પહેલા અશ્વગંધા ચૂર્ણને દૂધ સાથે સેવન કરવાથી ફાયદો થાય છે.

ઘી સાથે લેવું

ડોક્ટરની સલાહથી તમે અશ્વગંધા ચૂર્ણ દેશી ઘી સાથે લઈ શકો છો.

મધ સાથે લો

તમે અશ્વગંધા ચૂર્ણનું સેવન મધ સાથે મિક્સ કરીને પણ લઈ શકો છો.

પાણી સાથે લો

અશ્વગંધા ચૂર્ણ ખાઈને તરત જ પાણી પી લો.

ખાલી પેટ ન લો

અશ્વગંધા ચૂર્ણનું સેવન ખાલી પેટે ન કરો.આવી સ્થિતિમાં તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.

અસ્વીકરણ

હંમેશા અશ્વગંધા ચૂર્ણનું સેવન ડોક્ટરની સલાહથી જ કરો,નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે.અશ્વગંધા ચૂર્ણ માત્ર ડોક્ટર દ્વારા સુચવ્યા મુજબ જ લો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઠંડુ-ગરમ ખાવાથી દાંતોમાં થાય છે ઝણઝણાટી? આ છે ઇલાજ