ઠંડુ-ગરમ ખાવાથી દાંતોમાં થાય છે ઝણઝણાટી? આ છે ઇલાજ


By Hariom Sharma22, Aug 2023 10:00 AMgujaratijagran.com

દાંતમાં ઝણઝણાટીની સમસ્યાને સેન્સિટિવિટી કહેવાય છે. આ સમસ્યામાં વ્યક્તિ કંઇ પણ ઠંડુ અથવા ગરમ ખાવા પર ઝણઝણાટી અને દુખાવો થાય છે. આવો જાણીએ તેનાથી બચવાના ઉપાય વિશે.

ઝણઝણાટીના કારણો?

દાંત ઉપરના ભાગ એટલે કે ઇનેમલને નુકસાન પહોંચ પર સેન્સિટિવિટીની સમસ્યા થઇ શકે છે. કારણ કે, ઇનેમલ ઉતર્યા બાદ ડેન્ટિન બહારના વાતાવરણના સંપર્કમાં આવે છે. જેનાથી દાંતમાં ઝણઝણાટીનો અનુભવ થાય છે.

મીઠાનું પાણી

દાંતની ઝણઝણાટીથી બચવા માટે મીઠાનું પાણી એક સારો ઉપાય છે. આના ઉપયોગથી મોઢાનું પીએચ બેલેન્સ થાય છે. આ માટે નવશેકા પાણીમાં એક ચમચી મીઠું મિક્સ કરીને કોગળા કરી શકો છો.

ઓઇલ પુલિંગ

દાંતનું ઓઇલ પુલિંગ માટે તમે નારિયેળ તેલ અથવા તલના તેલનો ઉપયોગ કરી શકો છો. સવારે થોડું તેલને મોઢામાં રાખી થોડી વાર પછી કોગળા કરો. એ વાતનું ધ્યાન રાખવું કે તેલ ગળાની નીચે ના ઉતરે.

મધ

મધમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ ભરપૂર હોય છે. આ દાંતનો દુખાવો, સોજા અને ઝણઝણાટીમાં ઘટાડો કરે છે. આ ઉપાય માટે એક કપમાં નવશેકા પાણીમાં એક ચમચી મધ મિક્સ કરીને કોગળા કરી શકો છો.

લસણ

લસણમાં એન્ટિબેક્ટેરિયલ ગુણ હોય છે. આ ઉપાય માટે તમારે લસણને વાટી, તેમાં થોડું પાણી અને મીઠું મિક્સ કરવાનું છે. ત્યાર બાદ 10થી 15 મિનિટ સેન્સિટિવ જગ્યા પર લગાવી રાખો અને કોગળા કરો.

હળદર

હળદરમાં એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ રહેલા હોય છે. આનો ઉપયોગ કરવા માટે હળદરમાં મીઠું અને સરસવનું તેલ મિક્સ કરીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ પેસ્ટને પ્રભાવીત જગ્યા પર લગાવો અને થોડી વાર પછી કોગળા કરો.

અશ્વગંધા ખાવાથી પુરુષોની 6 સમસ્યા દૂર થાય છે