અશ્વગંધા ખાવાથી પુરુષોની 6 સમસ્યા દૂર થાય છે


By Hariom Sharma21, Aug 2023 07:37 PMgujaratijagran.com

અશ્વગંધા એન્ટિઓક્સિડેન્ટ, એન્ટિઇન્ફ્લેમેટરી અને એન્ટિ બેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આ એક આયુર્વેદિક જડબુટ્ટી છે. આ સ્ટોરીમાં જાણો અશ્વગંધાના સેવનથી પુરુષોને મળતા લાભ વિશે.

ટેસ્ટોસ્ટેરોન વધારે

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન મેલ ફર્ટિલિટીનો વધારો કરે છે. અશ્વગંધાના સેવનથી આ હોર્મોનને વધારવામાં મદદ મળે છે. આનાથી સ્પર્મ કાઉન્ટ વધે છે. સાથે જ આ બોડીને એનર્જી પણ આપે છે.

ડાયાબિટીસ કંટ્રોલ કરે

ડાયાબિટીસમાં અશ્વગંધાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.આના મૂળીયા અને પાંદડાનો ઉપયોગ કરો.

યૌન શક્તિમાં વધારો

અશ્વગંધાની કેપ્સૂલ અથવા ચૂરણનું સેવન કરવાથી યૌન શક્તિમાં વધારો થાય છે. આનાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધે છે, જે યૌન શક્તિ વધારે છે.

ઈમ્યૂનિટી વધારે

શરીરના રોગોતી લડવાની ક્ષમતા વધારવા માટે તમે અશ્વગંધાને ડાયેટમાં સામેલ કરી શકો છો. અશ્વગંધાની ચા, પાણી અથવા ચૂરણનું સેવન કરો. આનાથી ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બને છે.

સ્ટ્રેસ દૂર કરે

તણાવ, ચિંતા દૂર કરવા માટે અશ્વગંધાનું સેવન કરો. આનાથી કોર્ટિસોલ હોર્મોન ઘટે છે, જે સ્ટ્રેસ દૂર કરે છે.

વજન ઘટાડે

વેટ લોસ કરવામાં અશ્વગંધા મદદરૂપ બની શકે છે. આનાથી બોડીને એન્ટિઓક્સિડેન્ટ્સ મળે છે, જે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. આ રીતે વજન ઘટાડવામાં મદદ કરે છે.

ખીરા ખાવાથી પેટને મળે છે ઘણા ફાયદા