આ છાલમાંથી બનાવેલ હેર ડાઈ સફેદ વાળને તરત જ કાળા કરી દેશે


By Vanraj Dabhi17, Apr 2025 10:11 AMgujaratijagran.com

સફેલ વાળની સમસ્યા

આજકાલ સફેદ વાળ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે, જે ઘણા લોકોને પરેશાન કરે છે. બજારમાં મળતા કેમિકલવાળી હેર ડાઈ વાળને નુકસાન પહોંચાડી શકે છે.

હેર ડાઈ

આવી સ્થિતિમાં દાડમની છાલમાંથી બનેલ કુદરતી હેર ડાઈ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.

તેના ફાયદા

ચાલો આજે જાણીએ દાડમની છાલમાંથી બનેલ હેર ડાઈના ફાયદા અને તેને ઘરે બનાવવાની રીત.

કુદરતી હેર ડાઈ

દાડમની છાલમાં એન્ટીઑકિસડન્ટ અને કુદરતી હેર ડાઈ આપનારા તત્વો ભરપૂર માત્રામાં જોવા મળે છે.

વાળ મજબૂત બનાવે

કુદરતી હેર ડાઈ વાળને કાળો રંગ જ નહીં પણ તેમને મજબૂત અને સ્વસ્થ પણ બનાવે છે.

સ્ટેપ-1

કુદરતી હેર ડાઈ બનાવવા માટે પહેલા દાડમની છાલને તડકામાં સારી રીતે સૂકવી પછી તેને બારીક પીસીને પાવડર બનાવો.

સ્ટેપ-2

આ પાવડરમાં થોડું પાણી મિક્સ કરીને જાડી પેસ્ટ તૈયાર કરો. જો તમે ઈચ્છો તો, તમે તેમાં ઉકાળેલ ચાનું પાણી પણ ઉમેરી શકો છો, જે રંગને વધુ ગાઢ બનાવશે.

આ રીતે લગાવો

આ પેસ્ટને તમારા વાળ અને મૂળ પર સારી રીતે લગાવો અને લગભગ એક કલાક સુધી સુકાવા દો. સુકાઈ ગયા પછી, વાળને સાદા પાણીથી ધોઈ લો.

બેસ્ટ રિઝલ્ટ

સારા પરિણામો માટે અઠવાડિયામાં બે થી ત્રણ વાર લગાવો.

અસ્વીકરણ

આ લેખ માત્ર માહિતી માટે છે. વધુ માહિતી માટે ડૉક્ટરનો સંપર્ક કરો.

ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જરના કારણે કેટલી સેલેરી વધશે ?