ફિટમેન્ટ ફેક્ટર અને DA મર્જરના કારણે કેટલી સેલેરી વધશે ?


By Kajal Chauhan16, Apr 2025 05:33 PMgujaratijagran.com

ડીએમાં 2 ટકાનો વધારો

કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 2 ટકાનો વધારો કર્યો છે.

મોંઘવારી ભથ્થું વધ્યું

ડીએમાં વધારો થતાં કર્મચારીઓને હવે મળતી બેસિઝ સેલેરીમાં મોંઘવારી ભથ્થું 53 ટકાથી વધીને 55 ટકા થઈ ગયું છે.

DA ક્યારથી લાગુ થશે

કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં વધેલા ડીએ સાથે માર્ચ મહિનાની સેલેરી મળશે.

DA નું બેસિઝ સેલેરી સાથે મર્જ

અનેક લોકોને સવાલ છે કે શું 8માં પગારપંચની જાહેરાત સાથે ડીએને બેસિઝ સેલેરી સાથે મર્જ કરી દેવાશે, પરંતુ હજુ સુધી તેની પુષ્ટિ થઈ નથી.

6મું પગારપંચ

6મા પગારપંચે મોંઘવારી ભથ્થાને બેઝિક સેલેરીમાં મર્જ કરવાની વાત કરી હતી. જ્યારે 7માં પગારપંચમાં તેના વિશે વિચાર કરવામાં આવ્યો હતો.

બેઝિક સેલેરીમાં મર્જ કરવાની માંગ

આ વખતે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી સહિત અનેક કર્મચારી સંગઠન મોંઘવારી ભથ્થાને બેઝિક સેલેરીમાં મર્જ કરવાની માંગ કરી રહ્યા છે.

આ કસરતો મગજને કોમ્પ્યુટર જેટલું તેજ બનાવશે