Amla Pickle: શિયાળામાં આમળાનું અથાણું બનાવવાની રેસીપી


By Vanraj Dabhi31, Dec 2024 06:28 PMgujaratijagran.com

આમળાનું અથાણું

શિયાળામાં આમળામાંથી ઘણી રેસીપી તમે બનાવી હશે, પરંતુ તમે ક્યારેય આમળાનું અથાણું ટ્રાય નહીં કર્યું હોય, આજે અમે તમને આમળાના અથાણાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

આમળા, મેથીના દાણા, વરિયાળી, આખા ધાણા, રાઈ, મીઠું, હિંગ, હળદર, લાલ મરચું પાઉડર.

સ્ટેપ-1

સૌ પ્રથમ આમળાને ધોઈને પાણીમા બાફી અને તેના ઠળીયા કાઢી સમારી લો.

સ્ટેપ-2

હવે એક કઢાઈમાં મેથી, આખા ધાણા, વરિયાળીને શેકી પછી તેને મિક્સર જારમાં પિસી પાવડર બનાવી લો.

સ્ટેપ-3

હવે તેમા રાઈના કુરિયા અને આખા ધાણા ઉમેરી ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-4

હવે એક કડાઈમાં તેલ ગરમ કરી થોડું ઠંડુ થાય પછી તેમા રાઈ, મરચા, હીંગ, હળદર ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ-5

હવે તેમા સમારેલા આંમળા, મીઠું અને લાલ મરચું પાવડર ઉમેરીને મિક્સ કરી લો.

સર્વ કરો

તૈયાર છે આંમળાનું અથાણું, તમે સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ભારતનો સૌથી ઊંડો સમુદ્ર કયો તે જાણો