ઘરે જ શુદ્ધ આમળાનું તેલ કેવી રીતે બનાવશો?


By Sanket M Parekh03, Nov 2023 04:00 PMgujaratijagran.com

આમળામાં પોષક તત્વો

આમળામાં વિટામિન સી, ઈ અને એ સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. જેમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી પ્રોપર્ટીઝ પણ મળી આવે છે.

સ્ટેપ-1

ઘરે જ શુદ્ધ આમળાનું તેલ બનાવવા માટે સૌ પ્રથમ 4-5 આમળાને ક્રશ કરો. હવે તેમાંથી રસ નીકાળીને તેમાં 2-3 ચમચી નારિયેળનું તેલ મિક્સ કરો. આ સાથે જ તેમાં 3-4 ચમચી ઑલિવ ઑઈલ મિક્સ કરો.

સ્ટેપ-2

હવે તૈયાર મિશ્રણને 10-15 મિનિટ માટે ધીમી આંચ પર ગરમ કરો. જે બાદ ઠંડુ થવા માટે છોડી દો. આખરે તેને ગાળીને બોટલમાં સ્ટોર કરો.

સ્કિન ટાઈટ કરશે

ઢીલી સ્કિનને ટાઈટ કરવા માટે આમળાના તેલથી ચહેરા પર મસાજ કરવાથી ફાયદો મળી શકે છે.

સોજા ઘટાડશે

એન્ટી ઈમ્ફ્લેમેન્ટરી ગુણોથી ભરપુર થવાના કારણે આમળાનું તેલ શરીરમાંથી સોજા ઓછા કરીને દર્દ દૂર કરે છે. જેનાથી બોડી મસાજ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે.

વાળનો ગ્રોથ

વાળના ગ્રોથ માટે આમળાનું તેલ ઉપયોગી છે. જેમાં વિટામિન સી, ઈ અને એન્ટી ઓક્સિડેન્ટ સાથે મોઈશ્વરાઈઝ ગુણો મળી આવે છે. જેનાથી વાળની મસાજ કરવાથી તે સોફ્ટ અને સાઈની બને છે.

ડેન્ડ્રફની સમસ્યા : માથાનો ખોડો દૂર કરવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવો