ડેન્ડ્રફની સમસ્યા : માથાનો ખોડો દૂર કરવા માટે આ ઘરેલું ઉપચાર અજમાવો


By Vanraj Dabhi03, Nov 2023 03:33 PMgujaratijagran.com

લીંબુનો રસનો ઉપયોગ

ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. સરસવ અથવા નારિયેળના તેલમાં એક લીંબુને સારી રીતે નિચોવી લો. આ તેલથી સ્કેલ્પ પર હળવા હાથે મસાજ કરો અને થોડી વાર પછી વાળને સારી રીતે ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ ઉપાયો અજમાવો. તમને ચોક્કસ ફાયદો થશે.

ટી ટ્રી ઓઈલ

ટી ટ્રી ઓઈલમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. તેથી ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા માટે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. તેના થોડા ટીપાં તમારા શેમ્પૂમાં મિક્સ કરો અને તમારું માથું ધોઈ લો. માત્ર ચારથી પાંચ ઉપયોગથી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જશે.

દહીં

ડેન્ડ્રફની સમસ્યામાં દહીંનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક છે. ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરવા ઉપરાંત તે વાળને પોષણ આપવાનું પણ કામ કરે છે. એક કપ દહીંમાં એક ચમચી ખાવાનો સોડા મિક્સ કરો. આ પેકને સ્કાલ્પ પર લગાવો. થોડા દિવસોમાં તમને ફરક દેખાવા લાગશે.

લીમડો અને તુલસીનું પાણી

પાણીમાં લીમડા અને તુલસીના થોડા પાન નાખીને સારી રીતે ઉકાળો પછી તેને ગાળી લો અને ઠંડુ થયા આ પાણીથી વાળ ધોઈ લો. ડેન્ડ્રફની સમસ્યા થોડા જ ઉપયોગથી દૂર થઈ જશે.

મુલતાની માટી

મુલતાની માટી પાવડર લો. તેમાં એપલ સીડર વિનેગર મિક્સ કરો. બાદમાં તેનો શેમ્પૂ તરીકે ઉપયોગ કરો. અઠવાડિયામાં બે વાર આ ઉપાય કરવાથી ફાયદો થશે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઘરગથ્થુ ઉપાયથી બાથરૂમની સફાઈ કેવી રીતે કરવી? ચાલો જાણીએ