દરેક લોકોને ભોજન પછી મુખવાસ ખાવાનું પસંદ હોય છે, તેથી આજે અમે ઘરે અળસીનો મુખવાસ બનાવવાની રીત જણાવીશું.
અળસી, મીઠું, સંચળ પાઉડર, હળદર, લીંબુનો રસ, પાણી.
સૌપ્રથમ અળસીને સાફ કરી લો.
હવે એક બાઉલમાં મીઠું, સંચળ પાઉડર, હળદર, લીંબુનો રસ અને જરૂર મુજબ પાણી નાખીને મિક્સ કરી લો.
હવે એક પ્લેટમાં અળસી લઈ તેમાં હળદર-મીઠા વાળું મિશ્રણ તેમાં નાખીને હાથ વળી બરાબર મિક્સ કરીને 15 મીનીટ સુધી પંખા નીચે રાખો.
હવે એક કઢાઈને ગેસ પર મૂકી અળસીને ધીમા તાપે શેકી લો.
તૈયાર છે અળસીનો મુખવાસ તમે ભોજન પછી સર્વ કરી શકો છો.
અળસીના મુખવાસને તમે એરટાઈટ બરણીમાં ભરીને રાખી શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.