આલુ પફ રેસીપી : હોમ મેઈડ આલુ પફ બનાવવાની રીત


By Vanraj Dabhi01, Feb 2024 04:23 PMgujaratijagran.com

આલુ પફ રેસીપી

આ એક હળવો નાસ્તો છે આ રેસીપી દરેક લોકોને પસંદ હોય છે પસંતુ તેને બનાવવામાં થોડો સમય લાગે છે તેથી આપણે મોટા ભાગે આ રેસીપીને બહાર જઈને ખાવાનું પસંદ કરીએ છીએ, ચાલો જાણીએ હોમ મેઈડ આલુ પફ બનાવવાની રીત વિશે.

સામગ્રી

મેંદાનો લોટ,મીઠું સ્વાદ અનુસાર,ઘી,પાણી જરૂર મુજબ,તેલ જરૂર મુજબ,જીરું,રાઈ,અજમો,હીંગ,આદુ,લીલા મરચા,બટેટા બાફેલા,હળદર પાવડર,વરિયાળી,મરચું પાવડર,ધાણા પાવડર,આમચૂરણ પાવડર,ચાટ મસાલો.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ,મીઠું,ઘી અને પાણી ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 2

હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધી લો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ-જીરું,વરિયાળી,હીંગ,લીલા મરચાના ટુકડા,આદુંની પેસ્ટ ઉમેરીને સાંતળી લો.

સ્ટેપ- 4

હવે તેમાં બાફેલા બટાકા,હળદર-મરચું-ધાણાજીરું,આમચૂરણ અને મીઠું ઉમેરીને મિક્સ કરી લો.

સ્ટેપ- 5

પફ માટેનું સ્ટફિંગ તૈયાર છે હવે તમે બાંધેલા લોટમાંથી રોટલીની જેમ વણી લો.

સ્ટેપ- 6

હવે રોટલીને ચપ્ચુની મદદથી ચોરસ ચાર ભાગ કરીને એક ઉપર એક એમ ચારેય ભાગને ઘી લગાવીને એકસાથે ફરીથી વણી લો.

સ્ટેપ- 7

હવે તેમાં આલૂનું સ્ટફિંગ ભરીને પફ જેમ તૈયાર કરી લો અને એક કડાઈમાં તેલ ગરમ કરીને પફને તળી લો.

સર્વ કરો

તૈયાર છે હોમ મેઈડ આલૂ પફ તમે તેનો આનંદ માણી શકો છો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

હોમ મેઈડ ઘઉંના લોટનો શીરો રેસીપી