કાશ્મીરી દમ આલૂ બનાવવાની રીત


By Vanraj Dabhi18, Dec 2023 06:31 PMgujaratijagran.com

દમ આલુની રેસીપી

આલૂ દમ એક ચટપટી રેસીપી છે જે તમે તમારા રોજિંદા ભોજન માટે બનાવી શકો છો.

સામગ્રી

10 બટાકા, 2 ચમચી હળદર પાવડર, 2 એલચી, 1 ઇંચ તજ, 2 લવિંગ, 1 તમાલપત્ર, 3 ટામેટાંની પ્યુરી, 1/2 કપ દહીં, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી ખાંડ, સ્વાદ મુજબ મીઠું, તેલ જરૂર મુજબ, કોથમિર બારીક સમારેલી, 1 ડુંગળી, ઝીણી સમારેલી, 1 ઇંચ આદુ, ઝીણું સમારેલું, 3 લવિંગ લસણ, 2 લીલા મરચા, સમારેલા લો.

સ્ટેપ- 1

દમ આલૂ બનાવવા માટે સૌપ્રથમ ડુંગળી, આદુ, લીલા મરચા અને લસણને મિક્સર ગ્રાઇન્ડરમાં નાંખો. પીસીને બાજુ પર રાખો.

સ્ટેપ- 2

એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં બાફેલા બટાકા, હળદર પાવડર, મીઠું નાખીને બટાકા સોનેરી થાય ત્યાં સુધી પકાવો.

સ્ટેપ- 3

હવે એક પેનમાં 2 ચમચી તેલ નાખીને તેમાં ડુંગળી, આદુ અને લસણની પેસ્ટ નાખો. તેને 4 થી 5 મિનિટ સુધી ચડવા દો.

સ્ટેપ- 4

5 મિનિટ પછી તેમાં તજ, એલચી, લવિંગ અને તમાલપત્ર ઉમેરો. તેને 2 મિનિટ સુધી ચડવા દો. હવે 1 કપ ટામેટાની પ્યુરી, હળદર પાવડર, ધાણા પાવડર અને ગરમ મસાલા પાવડર નાખીને બધું બરાબર મિક્સ કરો.

સ્ટેપ- 5

હવે તેમાં દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો અને 1 મિનિટ પછી ખાંડ, મીઠું અને બટાકા ઉમેરો. પેનને ઢાંકીને 3 મિનિટ સુધી પકાવો.

ગાર્નિશ કરીને સર્વ કરો

બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને કોથમિરથી ગાર્નિશ કરો અને બૂંદી રાયતા અને પુરી સાથે આલૂ દમ સર્વ કરો.

વાંચતા રહો

રેસીપી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચાત રહો.

ચુરમાના લાડુ બનાવવાની રીત