તરબૂચ સહિત પાંચ ફ્રૂટની મદદથી પિઝાની યુનિક રેસિપી ટ્રાય કરો


By Vanraj Dabhi12, Feb 2024 11:24 AMgujaratijagran.com

ફ્રૂટ પિઝા રેસિપી

દરેક લોકોએ પિઝા ખાધા હશે અને જોયા પણ હશે,કેટલાક લોકો નોનવેજ અને કેટલાક લોકો વેજ પિઝા ખાતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય ફ્રૂટ પિઝા ટ્રાય કર્યા છે, આજે અમે તમને ફ્રૂટ પિઝાની રેસિપી જણાવીશું.

સામગ્રી

તરબૂચ,તૂટીફૂટી,ડ્રાયફ્રૂટ્સ,પાઈનેપલ,કિવી,દ્રાક્ષ,સફરજન,મસ્ક મિલન,જામફળ,કેરી,ડ્રેગન ફ્રૂટ,ચેરી,ખજૂર,અંજીર,ગ્લુકોઝ પાવડર,ચાટ મસાલા પાવડર,મધ,અમૂલ ક્રીમ.

સ્ટેપ- 1

સૌ પ્રથમ એક પ્લેટમાં તરબૂચના ટુકડા અને કિવીની સ્લાઈસ મૂકીને ઉપર ગ્લુકોઝ,ચાટ મસાલો છાંટી લો.

સ્ટેપ- 2

હવે તેની પર પાઈનેપલ,દ્રાક્ષ,સફરજન,જામફળ,મસ્ક મિલન, કેરી,ડ્રેગન ફ્રૂટ સમારીને નાખો અને ઉપર મધ ઉમેરી લો.

સ્ટેપ- 3

હવે તેની ઉપર કિસમિસ,તૂટીફૂટી,કાશ્મિરી બાદમ,ચેરી,કાજુ,ખજૂર,અંજીર,બદામ,અખરોટ ઉમેરો.

સ્ટેપ- 4

હવે તેની ઉપર ચાટ મસાલો,ગ્લુકોઝ પાવડર છાંટીને મધ અને અમૂક ક્રીમ ઉમેરી લો.

સર્વ કરો

આખી ડિશમાં સારી રીતે ક્રીમ ગાર્નિશ કરીને સર્વ કરો.

વાંચતા રહો

રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આ રોમેન્ટિક બોલિવૂડ મૂવીઝ વેલેન્ટાઈન ડે પર જોવા માટે છે બેસ્ટ