વેલેન્ટાઈન ડે આવી રહ્યો છે તેવામા તમે એને સ્પેશિયલ બનાવા અવનવા પ્લાન બનાવી રહ્યા હશો, એવામા તમે રોમેન્ટીક મુવી જોવાનો પ્લાન પણ બનાવી શકો છો. આ સ્ટોરીમાં અમે તમને જણાવીશું બોલીવુડની રોમેન્ટીક મુવીઝનુ લીસ્ટ જે તમે વેલેન્ટાઈન ડે પર જોઈ શકો છો
શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ જબ વી મેટ વર્ષ 2007માં રિલીઝ થઈ હતી. આ એક સુંદર લવ- સ્ટોરી છે જેમા ઘણા ટ્વીસ્ટ એન્ડ ટર્નસ છે. આ ફિલ્મમાં શાહિદ કપુર અને કરીના કપૂરે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. તમે આને Netflix પર જોઈ શકો
રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની ફિલ્મ યે જવાની હૈ દીવાનીએ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણની કેમેસ્ટ્રીને દર્શકોએ ખૂબ વખાણી હતી. તમે આને પણ Netflix પર જોઈ શકો છો
બોલિવૂડની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક રોકસ્ટાર રોમેન્ટિક મ્યુઝીકલ ડ્રામા છે. આ ફિલ્મના ગીતો અને વાર્તા બંને હ્રદયને સ્પર્શી જાય તેવા છે. તમે આને પણ prime video પર જોઈ શકો
વેલેન્ટાઈન ડે પર તમે આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરની ફિલ્મ 2 સ્ટેટ્સ પણ જોઈ શકો છો. આમાં બે અલગ અલગ કલ્ચરના લોકો વચ્ચેના પ્રેમના સંઘર્ષની વાર્તા છે જે તમને છેલ્લે સુધી જકડી રાખશે.
રેહના હૈ તેરે દિલ મેં ક્લાસિક રોમેન્ટિક ફિલ્મ છે. જેમાં આર માધવન અને દિયા મિર્ઝા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મના ગીતો પણ ખૂબ જ અદભુત છે, જેને હજુપણ સાંભળવામાં આવે છે. તેનું ‘ સચ કેહ રહા હે દીવાના’ ઘણુ પોપ્યુલર થયું હતું. તમે આને prime video પર જોઈ શકો
વેલેન્ટાઈન ડે પર તમારે તમારા પાર્ટનર સાથે આ ખાસ અને ખૂબ જ સુંદર ફિલ્મ જોવી જોઈએ. તેમાં શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટા છે. આ ફિલ્મની વાર્તા ખૂબ જ સુંદર રીતે લખવામાં આવી છે અને ચશ ચોપરા ધ્વારા ફિલ્માવવામાં આવી છે.