ગુજરાતનું એક માત્ર એવું સ્થળ જ્યાં તમને 14 પ્રકારની ભજીયાની વેરાયટી મળી રહે છે


By Vanraj Dabhi11, Feb 2024 05:27 PMgujaratijagran.com

ભજીયાની 14 પ્રકારની વેરાયટી

આપણે બધાએ એક જ સ્થળે એક કે બે પ્રકારથી વધારે ભજીયા તમે ક્યારેય નહીં ખાધા હોય, આજે અમે તમારા માટે એવું લોકેશન શોધી લાવ્યા છીએ કે, જ્યાં તમને એક સાથે 14 પ્રકારના ભજીયાની વેરાયટી મળી રહે.

ગુજરાતનું એકમાત્ર સ્થળ

ગુજરાતમાં જ નહીં પરંતુ લગભગ દુનિયામાં તમને ક્યાંય એક સાથે 14 પ્રકારના ભજીયાની વેરાયટી નહીં મળે પરંતુ આ જગ્યાએ મળી રહે છે.

માધવ ભજીયા

રાજકોટના જેતપુરના ફેમસ માધવ કુંભણીયા ભજીયામાં તમને 14 પ્રકારના ભજીયા મળી રહે છે.

ભજીયાના પ્રકાર

મેથીના ગોટા,ભરેલા મરચા,ભરેલા ટમેટા,લસણીયા બટેટા,વાટીદાળ,કુંભણીયા ભજીયા,મરચા પટ્ટી ભજીયા,મેગી ભજીયા,પનીર ભજીયા,સ્પે.ખંભાતના દાબડા,અજમાના ભજીયા,ખજૂરના ભજીયા,છુંદાના ભજીયા,બટેટાની પતરીના ભજીયા.

ક્યારથી શરૂઆત કરી

ભાવેશભાઈ વર્ષ 2006થી અહીં 14 પ્રકારના ભજીયા પીરસે છે.

લોકેશન

માધવ ભજીયા,તત્કાલ ચોકડી,રાજકોટ-જુનાગઢ હાઇવે, જેતપુર બાયપાસ, જેતપુર ગુજરાત.

લોકોની પહેલી પસંદ

ફૂડ લવર્સ માટે રાત્રીના સમયે અહીં ભારે ભીડ જોવા મળે છે.અહીં લોકો પરિવાર સાથે ભજીયાની મોજ માણતા હોય છે.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાચતા રહો.

આ પ્રોમીસ ડે પર પોતાના સ્વાસ્થ્ય માટે આ પાંચ વચનો પાળો