ઘરે કસરત કર્યા વગર વેઈટ લોસ કેવી રીતે કરવું, આ 5 રીતો જલ્દી જાણી લો


By Vanraj Dabhi16, Sep 2023 05:39 PMgujaratijagran.com

જાણો

ભારે શરીરિક પ્રવૃત્તિઓમાં જોડાયા વિના વજન ઘટાડવું એ એક મુશ્કેલ કાર્ય જેવું લાગે છે, પરંતુ તે સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકાય તેવું છે.

અહીં પાંચ રીતો છે

અહીં 5 અસરકારક રીતો છે જે જિમ ગયા વગર વજન ઘટાડવામાં મદદ કરશે.

તમારા આહારનું નિયંત્રણ કરો

'સફેદ' કાર્બોહાઈડ્રેટ અને ઉચ્ચ કેલરી વાળા પીણાં ટાળો, ઓછા પ્રોટીન વાળા કઠોળ અને શાકભાજી ખાવાનું રાખો, તેનું નિયમિત સેવન કરવાથી વજન ઘટી શકે છે.

હાઇડ્રેટેડ રહો

પુષ્કળ પાણી પીવાથી મેટાબોલિઝમ વધે છે અને માઇટોકોન્ડ્રીયલ સ્વાસ્થ્યને વેગ આપીને વજન ઘટાડવા માટે મદદ કરી શકે છે.

ડાયેટિંગમાંથી બ્રેક લો

તમારે તમારા આહારમાંથી અઢવાડિયામાં એખ દિવસનો બ્રેક લેવો જોઈએ.

પૂરતી ઊંઘ લો

અપૂરતી ઊંઘ વજન ઘટાડવાના પ્રયત્નોને નકારાત્મક અસર કરી શકે છે. સારી રીતે વજન ઘટાડવા માટે તમને પુરતી ઊંઘ મળે તેની ખાતરી કરો.

માઈન્ડફૂલ ખાવાની પ્રેક્ટિસ કરો

જમતી વખતે સારી રીતે ચાવવું અને ધીમી ધીમે ખાવું, આ અતિશય આહારને રોકવા અને પાચન સુધારવામાં મદદ કરી શકે છે.

આ અપનાવી શકો છો

કસરત કર્યા વિના વજન ઓછું કરવા માટે સાવચેતીપૂર્વક આયોજન કરવું જરૂરી છે, જો કે દિવસભર હળવી પ્રવૃત્તિની સલાહ આપવામાં આવે છે.

બાંધેલા લોટને ફ્રીજમાં કેવી રીતે સ્ટોર કરવો જોઈએ, ચાલો જાણીએ