બાંધેલા લોટને ફ્રીજમાં કેવી રીતે સ્ટોર કરવો જોઈએ, ચાલો જાણીએ


By Vanraj Dabhi16, Sep 2023 12:18 PMgujaratijagran.com

જાણો

ઘણીવાર લોટ બાંધ્યા પછી તે વધી પડે છે,આવી સ્થિતિમાં તેને બગડતો અટકાવવા માટે તેને ફ્રીજમાં રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે બાંધેલા લોટને કેવી રીતે સ્ટોર કરવાથી લાંબા સમય સુધી તેને ફ્રેશ રાખી શકાય, ચાલો જાણીએ તેને ફ્રીમાં કેવી રીતે સ્ટોર કરવો જોઈએ.

ખુલ્લો ન રાખો

બાંધેલા લોટને ફ્રીજમાં ખુલ્લો નરાખવો જોઈએ, ખુલ્લો રાખવાથી લોટ બગડી શકે છે, લોટને ફ્રીજમાં સારી રીતે ઢાંકીને રાખવો જોઈએ.

એર ટાઈટ કન્ટેનર

ફ્રીજમાં બાંધેલા લોટને સ્ટોર કરવા માટે એર ટાઈટ કન્ટેનરનો ઉપયોગ કરો, લોટ મૂક્યા પછી પાત્રનું ઢાંકળ બરાબર બંધ કરી દો.

વાસણમાં ન રાખો

બાંધેલા લોટને ફ્રીજમાં ખુલ્લા વાસણમાં ન રાખો, આ કરવાથી લોટમાં હવા નીકળી જાય છે અને તે ઝડપથી સૂકાઈ જાય છે.

તેલ લગાવો

લોટને ફ્રીજમાં રસ્ટોર કરવા માટે તેના પર તેલ લગાવો, આમ કરવાથી લોટ નરમ રહેશે, જો તમે લોટને આ રીતે ફ્રીજમાં રાખો છો તો તેના પર એક જાડું પડ બની જશે અને બગડી જશે.

પાણીનો ઉપયોગ

ફ્રીજમાં લોટ સ્ટોર કરવા માટે એક બાઉલમાં થોડું પાણી નાખો અને પછી તેને ફ્રીજમાં સ્ટોર કરો,તેનાથી લોટ લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

બાઉલમાં રાખશો નહીં

ફ્રીજમાં લોટને સ્ટોર કરતી વખતે ઘણા લોકો બાઉલનો ઉપયોગ કરે છે, લોટને સીધો બાઉલમાં રાખવાથી તે બગડે છે.

મીઠું

લોટ બાંધતી વખતે તેમાં થોડું મીઠું નાખો, ગૂંથેલા લોટમાં મીઠું નાખવાથી તેમાં સૂક્ષ્મ બેક્ટેરિયા થતા અટકાવી શકાય છે, આનાથી લોટ બગડતો નથી.

વાંચતા રહો

તમે ફ્રીજમાં લોટને સ્ટોર કરવાની આ સાચી રીતને અજમાવી શકો છો.આવી વધુ સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ડાર્ક સર્કલથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપચાર