તજપત્તમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, આયર્ન, વિટામિન સી અને કેલ્શિયમ હોય છે જે ઘણા રોગોને દૂર કરવામાં મદદરૂપ થાય છે. ચાલો આજે જાણીએ કેવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો?
વજન ઘટાડવા માટે, તમે તજપત્તાના પાણીનો ઉપયોગ કરી શકો છો,આ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. તેને બનાવવા માટે 10-12 તજપત્તાને 2 ગ્લાસ પાણીમાં ઉકાળો.
જ્યારે અડધું પાણી રહી જાય ત્યારે ગેસ બંધ કરીને ગાળી લો. ધ્યાન રાખો, તેને ધીમા ગેસ પર જ ઉકાળવું.
જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો તમારે રોજ સવારે ખાલી પેટ તજપત્તાનું પાણી પીવું જોઇએ. ધ્યાનમાં રાખો કે તજપત્તાની પ્રકૃતિ ગરમ હોય છે, એટલે તેને કોઈ પણ સમયે ન પીવું જોઈએ, ખાસ કરીને તેને રાત્રે ભૂલથી પણ ન પીવું જોઈએ.
સવારે ખાલી પેટ તજપત્તાનું પાણી પીવાથી તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું લાગે છે, જેના કારણે તમે વધુ પડતી ભૂખ નહિ લાગે.
તજપત્તાના પાણીમાં ઓછી કેલરી હોય છે, જેના કારણે શરીરમાં હાજર વધારાની ચરબી ઓછી થાય છે અને વજન કન્ટ્રોલમાં રહે છે.
તજપત્તાના પાણીમાં રહેલા પોષક તત્વો પાચન સુધારવામાં મદદ કરે છે. રોજ સવારે ખાલી પેટ આ પાણી પીવાથી વજન તો ઘટે છે સાથે સાથે શરીરમાં રહેલા ટોક્સિન્સ પણ બહાર નીકળી જાય છે.
તમે તજપત્તાના ઉપયોગ કરીને પણ વજન ઘટાડી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ