ભોજનમાં મખાનાનો ઉપયોગ ઘણી રીતે થાય છે. આમાં એન્ટી-ઓક્સીડેન્ટ, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ્સ જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે. તે પાચન માટે પણ સારું માનવામાં આવે છે. પણ એશું તમે જાણો છો મખાનાને ઘીમાં નાખીને ખાવા થી પણ ઘણાં ફાયદા મળે છે. આવો, ન્યુટ્રિશનિસ્ટ મેઘા મુખિજા પાસેથી તેને ખાવાના ફાયદાઓ વિશે જાણીએ-
પોષકતત્વો થી ભરપુર મખાનામાં પ્રોટીન, આયર્ન, મેગ્નેશિયમ અને કેલ્શિયમ જેવા ગુણો જોવા મળે છે જે શરીર માટે ફાયદાકારક છે.
જો તમને સ્ટ્રેસ એન્ડ ટેન્શનની સમસ્યા હોય તો તમારે મખાના ખાવા જોઈએ, ઘીમાં તળેલા મખાના ખાવાથી સ્ટ્રેસ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. ત્યારે જો ઊંઘ ન આવતી હોય તો તેમની માટે પણ આ ખૂબ જ ફાયદાકારક છે.
મખાના કેલ્શિયમથી ભરપૂર હોય છે. તેને ઘીમાં તળીને ખાવાથી હાડકાં મજબૂત થાય છે. તેને રોજ ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે.
ઘીમાં શેકેલા મખાનાને ખાવાથી સ્કિન ખૂબ સારી થાય છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ જોવા મળે છે, જે સ્કિનને હેલ્ધી અને ફ્રેશ રાખવામાં મદદ કરે છે.
મખાના કિડનીના સ્વાસ્થ્ય માટે સારું છે. તે બ્લડ સરક્યુલેષન અને પેશાબને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.
પીરિયડ્સ દરમિયાન મખાના ખાવાથી ફાયદો થાય છે. તે અતિશય ભૂખને ઘટાડે છે. તે હોર્મોનલ સંતુલન પણ જાળવી રાખે છે.
ઘીમાં શેકેલા માખણ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ