1 મહિનામાં વજન કેવી રીતે ઓછું કરવું?


By Smith Taral06, Apr 2024 03:08 PMgujaratijagran.com

જો તમે પણ તમારા વધતા વજનથી પરેશાન છો અને તેને ઘટાડવા માંગો છો તો તમારે તમારા ડાયેટમાં થોડો ફેરફાર કરવો પડશે. ન્યુટ્રીટુના ફાઉન્ડર અને ન્યુટ્રિશનિસ્ટ ઇતુ ભારદ્વાજ આ વિશે જણાવી વજન ઘટાડવા માટે કેટલીક ટીપ્સ આપી રહ્યા છે.

કાળજી રાખવી

કેટલાક લોકો વજન ઘટાડવા માટે ખોરાક છોડી દેતા હોય છે, પણ એવું કરવું યોગ્ય નથી. આ ડાયેટમાં તમારે પોષક તત્વોથી ભરપૂર અને નિયંત્રિત અને સંતુલિત ખોરાક લેવો જોઈએ.

મેથીનું પાણી પીવું

1 મહિનામાં વજન ઘટાડવા માટે તમારે સૌથી પહેલા મેથીનું પાણી સવારે 6-7 વાગ્યાની વચ્ચે પીવું જોઈએ. આ શરીરને ડિટોક્સ કરે છે અને પાચનમાં પણ સુધારો કરે છે.

ડ્રાય ફ્રુટનું સેવન કરો

આખી રાત બદામ અને અખરોટને પલાળી રાખો અને સવારે તેને 7-8 વાગ્યાના આસપાસ ખાઈ લો તેમાં વિટામીન અને હેલ્ધી ફેટ પુષ્કળ પ્રમાણમાં રહેલુ હોય છે.

સ્વસ્થ નાસ્તો છે જરૂરી

સવારે હેલ્ધી નાસ્તો કરવો ખૂબ જ જરૂરી છે. તે તમને દિવસભર એનર્જી આપે છે.

નાસ્તામાં શું ખાવું?

વજન ઘટાડવા માટે નાસ્તામાં 2 ઈડલી અને સાંભાર, દાળ પરાઠા, વેજીટેબલ બેસન ચીલા અને રાગી વેજીટેબલ ચીલા વગેરે જેવો પૌષ્ટીક ખોરાક ખાવો

ગ્રીન ટી

બપોરે 12 વાગ્યાની આસપાસ તમે અડધી ચમચી તજ પાવડર ઉમેરીને ગ્રીન ટી પી શકો છો.

1 મહિનામાં વજન ઘટાડવા માટે તમે આ એક્સપર્ટ ટિપ્સ પણ ફોલો કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો. આને લગતી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

શું તમારા ઘરમાં એર કન્ડીશનર છે? તો વીજળીનું બિલ ઘટાડવા માટે અપનાવો આ રીતો