બ્રેકઅપ બાદ ખુદને કેવી રીતે સંભાળવી, જાણી લો


By Vanraj Dabhi30, Aug 2024 05:43 PMgujaratijagran.com

બ્રેકઅપનું દુઃખ

પ્રેમમાં લોકો ઘણી પરિસ્થિતીમાંથી પસાર થતા હોય છે. ઘણી વાર માત્ર પ્રેમ શબ્દ જ યાદ આવે છે. બ્રેકઅપનું દુઃખ લોકોને વર્ષો સુધી સતાવે છે.

કેવી રીતે દુઃખ હળવું કરવું?

આ તકે અમે તમને કેટલીક ટિપ્સ વિશે જણાવીશું, જેને અપનાવવાથી બ્રેકઅપના દુઃખમાંથી અમુક અંશે બહાર આવી શકો છો.

તમારી સંભાળ રાખો

બ્રેકઅપ પછી લોકો સંપૂર્ણ રીતે ભાંગી પડવાથી પોતાનું ધ્યાન પણ નથી રાખતા, જેના કારણે સમસ્યાઓ વધુ વધી જાય છે.

પૂરતી ઊંઘ લો

બ્રેકઅપ પછી લોકોને ઊંઘ પણ નથી આવતી, જેના કારણે શારીરિક સમસ્યાઓ થાય છે. તેથી 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ.

લાગણીઓ વ્યક્ત કરો

બ્રેકઅપ પછી મનમાં અનેક પ્રકારના વિચારો આવતા હોય છે, આ વિચારોને મિત્રો સાથે શેર કરો.

કસરત કરો

શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ વ્યાયામ કરો, આમ કરવાથી હેપ્પી હોર્મોન્સ બહાર આવે છે અને સકારાત્મકતા આવે છે.

સોશિયલ મીડિયાથી અંતર રાખો

બ્રેકઅપ પછી ખુદને વ્યસ્ત રાખવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહો.

ખુદને દોષ ન આપો

બ્રેકઅપ પછી ઘણી વાર લોકો પોતાને દોષ આપતા હોય છે, જે ખરાબ આદત છે.

વાંચતા રહો

આ ટિપ્સ અનુસરીને બ્રેકઅપનું દુઃખ હળવું કરી શકાય છે, આવા અન્ય સમાચારો માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

પડદા પર જમા થયેલી ધૂળને ધોયા વિના કેવી રીતે સાફ કરવી