ગરમીના આ વધતા તાપમાનમાં પોતાને ફીટ રાખવા ખૂબ જ જરૂરી છે. આ માટે આ સરળ ટીપ્સને ફોલો કરીને ગરીમમાં પોતાને ફીટ અને હેલ્ધી રાખી શકો છો.
પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે રોજ ઓછામાં ઓછા 8થી 10 ગ્લાસ પાણી પીવો. તમે લીંબુ પાણી, નારિયળ પાણી, આમ પન્ના અથવા શિંકજી જેવા ડ્રિન્ક્સથી પણ પોતાને હાઇડ્રેટ રાખી શકો છો.
તમારા ડાયેટમાં પોષકતત્ત્વો અને પાણીથી ભરપૂર ફૂડ્સ સામેલ કરો, જે શરીરને સ્વાસ્થ રાખે. સાથે જ સ્વાદિષ્ટ ફળો અને શાકભાજીના જ્યૂસ અથવા સલાડનું સેવન કરો.
દિવસભર ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો. યોગ, વોકિંગ, રનિંગ અથવા સાઇકલિંગ જેવી હળવી કસરતથી શરીરને ગરમીમાં ફીટ રાખી શકાય છે.
ભીષણ ગરમીમાં 12થી 3ની વચ્ચે તડકામાં બહાર જવાથી બચો. ખૂબ જ જરૂરી કામ હોય તો જ બહાર નીકળોઅને સાથે છત્રી અથવા સ્કાર્ફથી શરીરને કવર કરો અને બોડીને હાઇડ્રેટેડ રાખો.
ઊંઘની ઉણપના કારણે ઘણી બીમારીઓ થઇ શકે છે. આ માટે સ્વાસ્થ રહેવા માટે ભરપૂર ઊંઘ લેવી જરૂરી છે. ગરમીમાં આરામદાયક અને ઠંડી પથારીમાં ઊંઘવાનો પ્રયાસ કરો.
ગરીમાં તાપમાન વધવાના કારણે ખૂબ જ ગરમી લાગે છે. આ માટે જીમ અથવા ઓફિસ જતી વખતે કોટનના કપડાં પહેરો. તડકામાં જતી વખતે શરીરને ઢાંકો.