ઉનાળામાં લીંબુને લાંબા સમય સુધી સ્ટોર માટે આ ટિપ્સ ફોલો કરો


By Vanraj Dabhi21, Apr 2024 05:20 PMgujaratijagran.com

લીંબુ સ્ટોર કરવાની ટિપ્સ

ઉનાળામાં લીંબુનો વધુ ઉપયોગ થાય છે,આ તકે બજારમાંથી ખરીદેલ લીંબુ જલ્દી ખરાબ થઈ જાય છે તેથી તમે લીંબુને લાંબા સમય સુધી ફ્રેસ રાખવામાં માટે આ ટિપ્સ ફોલો કરો.

એર ટાઇટ કન્ટેનરમાં રાખો

લીંબુને લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે લીંબુને ધોઈને સૂકવ્યા પછી તેને પોલિથીનમાં પેક કરીને તેને એર ટાઇટ કન્ટેનરમાં મૂકીને આ કન્ટેનરને ફ્રિજમાં રાખો.

તેલનો ઉપયોગ કરો

લીંબુનો સંગ્રહ કરવા માટે લીંબુ પર હળવું તેલ લગાવીને તેને બોક્સમાં મૂકીને બોક્સને ફ્રીજમાં રાખી શકો છો.

ઝિપ-લોક બેગમાં રાખો

લીંબુનો સંગ્રહ કરવા માટે તમે ઝિપ-લોક બેગમાં લીંબુ રાખીને સ્ટોર કરી શકો છો.

એલ્યુમિનિયમ વરખમાં લપેટીને રાખો

લીંબુને સંગ્રહિત કરવા માટે તેમે એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટીને લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો.

વાંચતા રહો

માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણવાંચતા રહો.

હેલ્ધી બ્રેકફાસ્ટઃ સવારના નાસ્તામાં બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ