હેલ્ધી બ્રેકફાસ્ટઃ સવારના નાસ્તામાં બનાવો આ સ્વાદિષ્ટ વાનગીઓ


By Smith Taral21, Apr 2024 04:50 PMgujaratijagran.com

રોજ નાસ્તામાં શું બનાવવું તેને લઈને આપણને કન્ફ્યુજન રહેતું હોય છે, કારણ કે રોજ એક જ પ્રકારનો નાશ્તો કરવાથી બોર થઈ જવાય છે અને સ્વાદ પણ એકજ રહે છે. રોજ અવનવો અને હેલ્ધી નાશ્તો કરવાથી શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે. આજની સ્ટોરીમાં અમે તમને કેટલાક એવા નાસ્તાની ડીશ વિશે જાણીશું જે સ્વાદીષ્ટ છે અને હેલ્ઘી પણ

પૌઆ

પૌઆ બનાવવા ખૂબ જ સરળ છે. મોટાભાગના લોકો સવારમાં ચા સાથે પૌઆ ખાવાનું પસંદ કરતા હોય છે, પૌઆ બ્રેકફાસ્ટમાં ખાવા માટે એકદમ હળવો ખોરાક છે

ઈડલી સાંભર

ઈડલી સાંભર પણ સાઉથ ઈન્ડીયાનો સ્વાદીષ્ટ નાશ્તો છે, આની સાથે પીરસવામાં આવતો સાભંરમાં પણ ઘણા શાકભાજી ઉમેરવામાં આવે છે જે તેને હેલ્ધી અને ટેસ્ટી બંનાવે છે, આની સાથે નારિયેળની ચટણી પણ સર્વ કરી શકાય છે

ઉપમા

શિયાળાની ઋતુમાં ગરમા-ગરમ ઉપમા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે ઈચ્છો તો નાસ્તામાં ઉપમા બનાવી શકો છો.

સલાડ

જો તમે સવારમા એકદમ હે્લધી અને હળવો ખોરાક ખાવા માંગતા હોવ તો તમે સલાડને પસંદ કરી શકો છો

ઢોસા

ઢોસા ભારતની પ્રચલીત ડીશ છે લગભગ દરેક રાજ્યમાં આ ડીશ બનાવવામાં આવે છે તેને નાળિયેરની ચટણી સાથે નાસ્તામાં પીરસવામાં આવે છે. આમા તેલનું પ્રમાણ ઓછું હોય છે જે તેને હેલ્ધી ઓપ્શન બનાવે છે

ઢોકળા

ખાટા ઢોકળા મરચાની લાલ ચટણી જોડે ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે, આનું બેટર તમે રાત્રે જ તૈયાર કરી શકો છો. અને સવારમાં ઝડપથી બનાવી શકો છો.

મગ દાળના ચિલ્લા

મગ દાળ ચીલા પણ સવારમા નાશ્તામાં ખાવા માટેની હેલ્ધી ડીશ છે. આને લીલા ધાણાની ચટણી સાથે ખાવાથી સ્વાદિષ્ટ લાગે છે

જમવામાં જો વધારે લાલ મરચું પડી ગયું હોય આ ટ્રીક્સ અજમાવો