જમવામાં જો વધારે લાલ મરચું પડી ગયું હોય આ ટ્રીક્સ અજમાવો


By Smith Taral21, Apr 2024 03:38 PMgujaratijagran.com

આપણને મસાલેદાર વાનગીઓ ખૂબ ભાવતી હોય છે, પરંતુ એમા જો જરૂરિયાત કરતાં વધુ મસાલો હોય તો સ્વાદ ખરાબ થઈ જાય છે. એમા પણ લાલ મરચુ વધુ પડી જાય તો ભોજન પતાવું જ મુશ્કેલ બની જાય છે. આ સ્ટોરીમાં આપણે કેટલાક ઈઝી હેક્સ વિશે જાણીશું જેનાથી તમે ખોરાકને મસાલેદાર થવા પર બગાડ થતા બચાવી શકો છો. જો ખોરાકમાં લાલ મરચું વધુ પડી ગયું હોય તો આ હેક્સ અજમાવો.

લોટ મિક્સ કરો

એક ચમચી તેલ લઈ તેમાં એક ચમચી મેદાનો લોટ નાખો, અને થોડીવાર તેને શેકીને પછી તેને શાકમા ઉમેરો. આનાથી મરચાની તીખાશ ઓછી થઈ જશે

લીંબુનો રસ ઉમેરો

જે શાક માં મરચું વધુ પડી ગયું હોય તેમાં લીંબુનો રસ ઉમેરવાથી લાલ મરચાની અસર ઓછી થાય છે અને ભોજનનો સ્વાદ નોર્મલ થઈ જાય છે.

ખાંડ અથવા મધનો ઉપયોગ કરો

જો તમે કોઈ સૂકી વાનગી બનાવી હોય અને તેમાં મરચું વધારે પડી ગયું હોય, ત્યારે તમે મધ અથવા ખાંડનો ઉપયોગ કરીને તીખાશ ઓછી કરી શકો છો.

સોજીમાં જીવાત પડી ગયા છે, તેને સાફ કરવા માટે આ સરળ ટીપ્સ અજમાવો