હીટર વિના પણ ગરમ રહેશે તમારું ઘર, બસ કરવું પડશે આ કામ
By Sanket Parekh
16, Dec 2022 08:52 PM
gujaratijagran.com
આજે અમે એવી ટિપ્સ લાવ્યા છીએ, જેની મદદથી તમે તમારા રૂમને હીટર વિના પણ ગરમ રાખી શકશો.
ઠંડીની સિઝનમાં જાડા અને ડાર્ક પડદા લગાવો. જેથી બહારની ઠંડી હવા તમારા રૂમને ઠંડો નહીં કરી શકે અને ઘરમાં ગરમી રહેશે.
દિવસના સમયે ઘરની બારીઓને ખુલ્લી રાખો, જેથી તડકો તમારા ઘરમાં આવી શકે. આમ કરવાથી મહદઅંશે રુમ ગરમ રહેશે.&
રૂમ સાથે બેડને પણ ગરમ રાખવા માટે સૂતા પહેલા થોડીવાર માટે બેડ ઉપર હૉટ વૉટર બેગ રાખવી જોઈએ.
ઘણી વખત બારી બંધ હોવા છતાં બહારથી ઠંડી હવા આવતી હોય છે. જેને રોકવા માટે બારી પર પ્લાસ્ટિક રૈપ લગાવી શકો છે અને પછી અસર જોજો.
ન્હાતી વખતે દરવાજો ખુલ્લો રાખવાનો ટ્રાય કરો. આમ કરવાથી ગરમ વરાળ રૂમમાં ફરી વળશે. આ સ્ટીમથી પણ રૂમમાં ગરમાવો આવશે.&
તમારા બેડરૂમમાં મોટા બ્લેન્કેટનો ઉપયોગ કરો. રૂમમાં સોફા અને ચેર પર મોટા ગરમ કવર પાથરો અને રૂમને બંધ રાખો. થોડીવાર બાદ રૂમ એની મેળે ગરમ લાગશે. &
સમાચારથી સતત અપડેટ રહેલા ક્લિક કરો
લોખંડની વસ્તુઓ પર લાગી ગયેલા કાટને આ રીતે હટાવો
Explore More