બાંધેલા લોટને ફ્રીજમાં રાખવાની સાચી રીત


By Gujarati Jagran13, Apr 2023 04:57 PMgujaratijagran.com

જાણવા જેવું

જમવાનું બનાવતી વખતે બાંધેલો લોટ વધવો સામાન્ય વાત છે. મોટા ભાગના લોકો તેને ફ્રીજમાં રાખી દે છે. પરંતુ આ લોટને કેવી રીતે રાખવો તે મોટા ભાગના લોકો જાણતા નથી. આલો જાણીએ...

તેલ

ફ્રીજમાં લોટ રાખીએ તો તેના ઉપર જાડું પડ વળી જાય છે. જેની રોટલી યોગ્ય બનતી નથી. ફ્રીજમાં રાખતી વેળાએ તેના ઉપર તેલ લગાવો. જેનાથી તે નરમ રહેશે.

પાણી

બાંધેલા લોટને સીધો વાટકા કે તપેલીમાં ન મૂકો. પહેલા વાટકા કે તપેલીમાં પાણી પાણી લગાવો પછી લોટ મૂકો અને હવે આ વાટકાને ફ્રીજમાં મૂકો. તેનાથી લોટ ફ્રેશ અને નરમ રહેશે.

ખુલ્લો ન રાખો

બાંધેલા લોટને ફ્રીઝમાં ખુલ્લો ન રાખો. આવી કરવાથી તે ખરાબ થઈ જશે. એટલા માટે ઢાંકીને રાખો તે સારો રહેશે.

એર ટાઈટ ડબ્બામાં રાખો

બાંધેલા લોટમાં હવા જવાથી તે ઝડપથી ખરાબ થઈ જાય છે એટલા માટે ફ્રીઝમાં રાખતી વેળાએ જો તે એર ટાઈટ ડબ્બામાં હોય તો ખરાબ થતો નથી.

પ્લાસ્ટિકમાં રેપ ન કરો

બાંધેલા લોટને પ્લાસ્ટિકમાં રેપ ન કરવો જોઈએ.

ફોઈલથી કવર કરો

બાંધેલા લોટને લાંબો સમય સારો રાખવો હોય તો એલ્યુમિનિયમ ફોઈલ પેપરમાં તેને રાખવો જોઈએ.

ઓછા પાણીનો ઉપયોગ કરો

લોટને બાંધતી વેળાએ પાણીનો માપસર ઉપયોગ કરવો. વધારે પડતો ઢીલો લોટ હોવાથી બગડી જાય છે.

જો તમને ગુજરાતી જાગરણની આ માહિતી પસંદ પડી હોય તો શેર કરશો.

મગફળી તેલના અસહ્ય ભાવને અંકૂશમાં લેવા નિકાસ અટકાવવા માંગ